ગુજરાતનાં પડોશી રાજ્યમાં કોરોના ફરી વધ્યો, CM બોલ્યા હવે ફરી માસ્ક પહેરવાનું ચાલુ કરી દો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 16:36:13
  • Views : 387
  • Modified Date : 2022-05-27 16:36:13

ગુજરાતનાં પડોશી રાજ્યમાં કોરોના ફરી વધ્યો, CM બોલ્યા હવે ફરી માસ્ક પહેરવાનું ચાલુ કરી દો 

 

મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકાર લોકોને કોરોનાના નિયંત્રણોમાંથી રાહત આપવાનો વિચાર કરે છે, ત્યારે જ કોરોનાના કેસ વધવા લાગે છે. કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા CM ઉદ્ધવ ઠાકરેએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

કોરોના હજી સમાપ્ત થયો નથી લોકો સાવચેતી રાખે અને માસ્ક પહેરે-CM ઉદ્વવ ઠાકરે 

CM ઉદ્વવ ઠાકરે કહ્યું કે, રાજ્યમાં સાપ્તાહિક કોરોના સંક્રમણનો દર 1.59 ટકા છે અને મુંબઈ અને પુણેમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 52.79 ટકા થઈ ગઈ છે. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ જેવા આસપાસના વિસ્તારોમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.રાજ્યમાં હાલ માત્ર એક દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 18 દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ચોક્કસપણે ઓછી છે પરંતુ કોરોના હજી સમાપ્ત થયો નથી. તેથી લોકો સાવચેતી રાખે અને માસ્ક પહેરે.

બુધવારે 470 નવા કેસ સામે આવ્યા છે

મહારાષ્ટ્રમાં બુધવારે 470 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.જ્યારે મંગળવારે 338 દર્દીઓ મળી આવ્યા હતા. જો રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના 92.27 ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળ્યો છે.

મુંબઈમાં 102 દિવસ પછી સૌથી વધુ દર્દીઓ મળ્યા

ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર કરી ગઈ છે. ગુરુવારે, રાજ્યમાં 511 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, જેમાંથી 350 દર્દીઓ એકલા મુંબઈમાં મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુંબઈમાં 102 દિવસ પછી કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. આ પહેલા 12 જાન્યુઆરીએ કોરોનાના 349 દર્દીઓ મળી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે ગંભીર કોરોના દર્દીઓ અને મૃત્યુના કેસમાં કોઈ વધારો થયો નથી.

 

 

 

 

Download Our B K News Today App



Related News