આધાર નંબર ગમે તેને આપતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 16:01:37
  • Views : 515
  • Modified Date : 2022-05-31 16:01:37


 


આપણા દેશની સરકારે એક ક્લેરીફીકેશન આપવું પડ્યું કે 27મેના દિવસે જે નોટીફિકેશન ઈશ્યૂ કરવામાં આવ્યું હતું તે અમે પાછું ખેંચીએ છીએ. એ નોટીફિકેશન પ્રમાણે આધાર નંબર કોઈપણની સાથે શેર ન કરતા તેનો મિસયૂઝ થઇ શકે છે. આ નોટીફિકેશન પછીએ લોકો પેનિક થઇ ગયા અને એટલા માટે જ ક્લેરીફીકેશન આપવામાં આવ્યું કે આધાર નંબર અને QR કોડ શેર કરતા પહેલા ધ્યાન રાખવાની જરૂર તો છે જ પણ આમ તો અમારી સિક્યોરિટી સિસ્ટમ પ્રોપર છે, એટલા માટે પેનિક થવાની જરૂર નથી.


શા માટે આધાર નંબર સેફ રાખવો પડે છે?
આપણે આધાર નંબર તથા આધારનો QR કોડ સેફ રાખવો જોઈએ કેમકે આપણી દરેક માહિતીઓ સાથે આધાર નંબર લિન્ક્ડ હોય છે. ભારતમાં હજુ સુધી આધાર નંબર ચેન્જ કરવા માટે કોઈ કાયદો બન્યો નથી. તો જાણો એવી બે રીતો વિષે જેનાં દ્વારા જો તમારે ક્યાંય પણ આધાર કાર્ડ આપવું પડે તો આધાર નંબર રીવીલ નહીં થાય.


શા માટે સેફ રાખવો આધાર QR કોડ?
આધારનાં QRને સ્કેન કરવા માટે ભારત સરકારે જ તૈયાર કરેલું આધાર QR સ્કેનરની જરૂર પડે છે, જે તમને પ્લે સ્ટોરમાં અથવા એપલનાં એપ સ્ટોરમાં મળી જશે. આમાંથી UIDAIએ તૈયાર કરેલ એપ જ ડાઉનલોડ કરવી. તેમાં પ્લે સ્ટોરમાં 1 મિલિયન કરતા વધારે ડાઉનલોડ્સ છે. આ એપ દ્વારા તમે કોઇપણ વ્યક્તિનો આધારનો QR કોડ સ્કેન કરી શકો છો. સ્કેન કર્યા બાદ, જેનો QR કોડ સ્કેન કરેલ હોય, તેની બધી જ માહિતી તમને મળી જશે, માત્ર તમને તેનો ફોન નંબર અને ઈ મેલ આઈડી નહીં જોવા મળશે, પણ વ્યક્તિનું વેરિફિકેશન થઇ શકશે અને તેમાં જ તમે વેરીફાય ઓપ્શન પર ક્લિક કરો છો, તો તે વ્યક્તિને ઓટીપી આવશે અને તેના દ્વારા તમે તેનો ફોન નંબર પણ મેળવી શકશો. 


1. માસ્ક્ડ આધાર 
માની લો કે આધારની ઉપર માસ્ક પહેરાવી દીધું છે. આધાર નંબર 12 આંકડાનો હોય છે. હવે તમે જ્યારે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરો છો તો પહેલા આઠ આંકડાની જગ્યાએ ફૂદડીઓ આવી જાય છે. માત્ર છેલ્લા ચાર આંકડા જ રીવીલ કરવામાં આવે છે. 


  માની લો કે આધારની ઉપર માસ્ક પહેરાવી દીધું છે. આધાર નંબર 12 આંકડાનો હોય છે. હવે તમે જ્યારે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરો છો તો પહેલા આઠ આંકડાની જગ્યાએ ફૂદડીઓ આવી જાય છે. માત્ર છેલ્લા ચાર આંકડા જ રીવીલ કરવામાં આવે છે. 


  માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે UIDAI,gov.in વેબસાઈટ પર જવું પડશે. 


  તેમાં તમારે MY AADHAAR પર ક્લિક કરવું પડશે.


  ત્યાર બાદ ડાઉનલોડ આધાર પર ક્લિક કરો. 


  ત્યાર બાદ તમને લોગ ઇન પેજ જોવા મળશે, જેમાં તમારે લોગ ઇન પર ક્લિક કરવાનું રહેશે. 


  ત્યાર બાદ તમારે જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે. 


  ડેશબોર્ડ પર ગન્રેત વર્ચ્યુઅલ આઈડી પર ક્લિક કરો. 


  હવે તમને જનરેટ VID તથા રીટ્રીવ VID ઓપ્શન જોવા મળશે. જનરેટ એટલે કે નવું આઈડી જનરેટ કરવું અને રીટ્રીવ એટલે કે જુનું આઈડી મેળવવું. 


  હવે જનરેટ પર ક્લિક કરવાથી તમારી સ્ક્રીન પર જ તમને 16 આંકડાનો આઈડી મળી જશે


 


Download Our B K News Today App



Related News