મંજુસર GIDCમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા, કર્મચારીઓ નોકરી પર પહોંચી ન શકતા 50 કંપનીઓ બંધ રહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 13:33:22
  • Views : 353
  • Modified Date : 2020-08-31 13:33:22

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર GIDCના પાછળના ભાગમાંથી નદી-નાળાં અને કોતરોના પાણી ઘૂસી ગયા હતા. GIDCમાં પાણી ઘૂસી જતાં 50 ટકા જેટલી કંપનીઓ બંધ રહી હતી. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ગયેલા કર્મચારીઓને ઘરે પરત આવવાની ફરજ પડી હતી. તો નાઇટ શિફ્ટમાંથી છૂટેલા કર્મચારીઓ અટવાઇ ગયા હતા.24 કલાક પૂર્વે થયેલા ભારે વરસાદને પગલે નદી-નાળા અને કોતરો છલકાઇ ઉઠ્યા છે. સાવલી તાલુકાના મંજુસર GIDCના પાછળના ભાગમાંથી પાણી ઘૂસી ગયા હતા. GIDCના મુખ્ય માર્ગો તેમજ આંતરીક માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા. કેટલીક કંપનીઓના કમ્પાઉન્ડોમાં પાણી ઘૂસી જતાં કાચા માલને નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. GIDCના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા છે.GIDCમાં ભરાયેલા પાણીના પગલે નાની-મોટી 50 ટકા કંપનીઓ બંધ રહી હતી. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ગયેલા કર્મચારીઓ માર્ગો ઉપર ભરાયેલા પાણીના પગલે પોતાની કંપની સુધી પહોંચી શક્યા ન હતા. પરિણામે તેઓને પરત ઘરે ફરવાનો વખત આવ્યો હતો. તો વળી નાઇટ શિફ્ટમાં નોકરી ગયેલા કર્મચારીઓને સવારે ઘરે આવવું મુશ્કેલ થઇ ગયું હતું અને પાણીનો નિકાલ ન થતાં GIDC જળબંબાકાર બની ગઇ હતી.

Download Our B K News Today App



Related News