ખેડૂતો પર કમોસમી વરસાદની આફત તૈયાર પાકોમાં લાખો રૂપિયાનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 12:16:59
  • Views : 472
  • Modified Date : 2019-11-03 12:16:59

મહા વાવાઝોડાની અસરને પગલે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે રાજ્યભરમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળી, કપાસ, ડાંગર, તુવેર, દિવેલા જેવા ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. દિવાળી ટાંણે વાવાઝોડા સાથે વરસાદથી કપાસનો બચેલો પાક પણ નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા ખેતીમાં નુકસાનીનો સર્વે કરી વહેલીતકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ ઊઠી છે.
સરવેની કામગીરી ચાલુ, નુકસાનીનો આંક 33 ટકા ઉપર જશે તો જ વળતર મળશે
નવસારી: નવસારી જિલ્લામાં માવઠાથી ખેતીમાં ઉભા પાકને થયેલી ભારે નુકસાનીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને જિલ્લામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. હાલ નુકસાની માટે સરવેની કામગીરી શરૂ કરાઈ છે.
રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધુ વરસાદ ને લઈને ખેતરોમાં પાણી ભરાતા નવા અને જુના બિયારણો પણ ધોવાઈ ગયા. આશરે 6000 હેક્ટર ખેતીમાં કેળા, પપૈયા, તુવેર વાવાઝોડામાં પડી ગયા, કપાસ ફાટેલો પલળી ગયો, જુવાર કાળી પડી ગઈ ખેડૂતો પાયમાલ થઈ ગયા.
વલસાડ: વલસાડ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ડાંગર અને શાકભાજીના પાકને થયેલા નુકસાનના સરવે વચ્ચે શુક્રવારે ફરી ભારે વરસાદપડતાં ખેડૂતો પર પડતાં ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે.
આણંદ: સમગ્ર ચરોતરમાં ડાંગર, શાકભાજી, તમાકુ, સહિના પાકોને ભારે નુકસાન થયું હતું. નુકસાની વળતર મેળવવા ખેડૂતો ટોલ ફ્રી નંબર પર ફોન લાગતા ન હોવાની ફરિયાદ ઊઠી રહી છે.
વડોદરા: છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં દિવાળી ટાંણે વરસાદથી કપાસનો બચેલો પાક પણ નિષ્ફળ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી પર પડેવલા વરસાદમાં પાક પલળી ગયો છે અને જે થોડો ઘણો પાક બચી ગયો હતો તે શનિવારે પડેલા વરસાદમાં નાશ પામ્યો છે.
વલસાડ: વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને ઇયળના ઉપદ્રવથી 72 હજાર હેકટરમાં તૈયાર થયેલો અંદાજિત 60 થી 90 ટકા ડાંગરનો પાક તબાહ થઇ જતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે.ખેડૂતોને કરોડોનું નુકસાન થયું હોવાની ભીતિ છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ભાઇબીજના દિવસે પડેલા વરસાદે ખેડૂતોની રહી સહી આશા ઉપર પણ પાણી ફેરવી દીધુ છે. નુકસાનીનું વળતર મેળવવા માટે ખેડૂતોને બે જ દિવસની મુદત આપવામાં આવી છે.
સોરઠ: સોરઠમાં મગફળીના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયુ હતુ. ખેડુતો મગફળીના પાકને તૈયાર કામે લાગ્યા છે. 60ટકાથી વધુ ખેતરોમાં મગફળીના પાછરા પડ્યા છે જે પલળતાં ભારે નુકસાન થયું છે.

Download Our B K News Today App



Related News