ધાનેરાના ભાટીબ ગામે જીવતો સળગાવેલ કિશોર અંતે મોતને ભેટ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:17:34
  • Views : 594
  • Modified Date : 2019-05-07 11:17:34

ધાનેરા તાલુકાના ભાટીબ ગામે જુની અદાવદ રાખીને રાત્રીના સમયે આખા પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી આપી સવારે એક ૧૨ વર્ષના  કિશોરને સળગાવ્યો હોવાથી ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધાઇ હતી. તેમજ કિશોરને સારવાર માટે પાલનપુર ખસેડાયો હતો. પરંતુ આ કિશોર ત્રણ દિવસની સારવાર પછી મોતને ભેટ્યો હતો.ધાનેરાના ભાટીબ ગામે ૨ મે ના રોજ જુની અદાવદમાં એક ૧૨ વર્ષના કિશોર ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટના બનવા પામી હતી. જેમાં આ કિશોરને સારવાર માટે ધાનેરા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. પરંતુ તે શરીરે વધારે દાઝી જવાના કારણે તેને પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આ અંગે દાઝી ગયેલા  કિશોરના ભાઇ ગમુજી મલુજી સોલંકીએ ધાનેરા પોલીસ મથકે ત્રણ લોકો (૧) મોડાજી પ્રભુજી રાજપુત, (૨) ઇંદ્રાજી ઉર્ફે રીતો પ્રભુજી રાજપુત, (૩) રણાજી પ્રભુજી રાજપુત તમામ રહે. ભાટીબ તા. ધાનેરાવાળા સામે ફરિયાદ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્રણે ઇસમોને લાવી જેલના હવાલે કર્યા હતા. આ કિશોર પાલનપુર ખાતે સારવાર હેઠળ હતો પરંતુ તેની હાલત લથડતાં તે ૧૨ વર્ષના ભરતભાઇએ રવિવારની રાત્રીએ છેલ્લો શ્વાસ લીધો હતો અને તેના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ત્યારે બીજી તરફ આ ત્રણેય આરોપીઓને ધાનેરા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના બે દિવસના રીમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. 



Download Our B K News Today App



Related News