સાપ અને ચામડચીડિયાંથી નહીં પરંતુ ‘કીડીખાઉ’ કોરોના વાઇરસ માટે જવાબદાર : ચાઈનીઝ વૈજ્ઞાનિકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 14:49:14
  • Views : 620
  • Modified Date : 2020-02-17 14:49:14

ચીનના વુહાન શહેરમાં પોતાનું ઉદગમ સ્થાન ધરાવતા વાઇરસ માટે અત્યાર સુધી સાપ અને ચામડચીડિયાં વન્ય જીવોને જવાબદાર ગણવામાં આવતા હતા પરંતુ ચાઈનીઝ વૈજ્ઞાનિકો અનુસાર તેના પાછળ પેંગોલિન અર્થાત ‘કીડીખાઉ’ પ્રાણી જવાબદાર છે. ચીનની ‘સાઉથ ચાઈના એગ્રિકલ્ચર યુનિવર્સિટી’ દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર, કોરોના વાઇરસનો ચેપ ફેલાવવા માટે પેંગોલિન જવાબદાર છે.રિસર્ચમાં ચીનમાં આવેલી સાઉથ ચાઈના એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા 1000 પ્રાણીઓના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. સર્ચમાં સામેલ શેન યોંગી અને લિઓ લિહુઆનો દાવો છે કે કોરોના વાઇરસથી પીડિત દર્દીઓ અને પેંગોલિનનું જીનોમ સિક્વન્સ (આનુવાંશિક અનુક્રમ) 99% એક જેવું જ છે. જોકે આ વિશે વૈજ્ઞાનિકો દ્વારા વધારે કોઈ માહિતી આપવામાં આવી નથી..ચાઈનીઝ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ રિસર્ચ પર અનેક વૈજ્ઞાનિકોએ સવાલો કર્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વેટરિનરી મેડિસીન સાયન્સના પ્રોફેસર જેમ્સ વુડના જણાવ્યા અનુસાર, જીનોમ સિક્વન્સના આધારે વાઇરસની ઓળખ કરવી પુરતું નથી. તેનાં પર વધારે રિસર્ચ કરવાની જરૂર છે. નોટિંધમ યુનિવર્સિટીના મોલિક્યુલર વાયરોલોજીના પ્રોફેસરના જણાવ્યા અનુસાર વધારે રિસર્ચ કરીને એ જાણવાની જરૂર છે કે વાઇરસ કેવી રીતે પેંગોલિન અને માણસો વચ્ચેની કડી છે.પેંગોલિન એક સસ્તન પ્રાણી છે. તેનાં શરીર પર નાની નાની સ્કેલ્સ આવેલી હોય છે. વિલુપ્તિને આરે આ પ્રાણીની તસ્કરી ચીનમાં વધારે થાય છે.IUCN (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર)ના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં પેંગોલિનની ચોરી સૌથી વધારે થાય છે. એશિયા અને આફ્રિકાના જંગલોમાંથી તેની ચોરી કરી ચીન અને વિયેતનામના બજારોમાં તેનું વેચાણ કરવામાં આવે છે. પેંગોલિનના શરીર પર આવેલા સ્કેલ્સથી દવાઓ બને છે અને મીટ તરીકે પણ પેંગોલિનનો ઉપયોગ થાય છે.




Download Our B K News Today App



Related News