ખુશરો-કબિરની કૃતિઓ દેશના કળાકારો રજૂ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 17:16:19
  • Views : 345
  • Modified Date : 2020-09-20 17:16:19

         ભારતના બે મહાન સંત કવિઓ અમીર ખુશરો અને કબિરની કૃતિઓની ઉજવણી થશે. બેનિયન ટ્રીના ઉપક્રમે ડિજીટલ એન્યુઅલ ફેસ્ટિવલના ભાગરૂપે 3જી ઓક્ટોબરે સાંજે 6.30 વાગે કાર્યક્રમ યોજાશે. તેમાં વારસી બ્રધર્સ કવ્વાલીની પ્રસ્તુતિ કરશે. તો ગુજરાતી કલાકાર પાર્થિવ ગોહિલ પણ સંગીતમય ગીતોની પ્રસ્તુતિ આપશે.આ ઉપરાંત ભારતીય ગાયક મદન ગોપાલ સિંઘ સૂફી ગીતોની પ્રસ્તુતિ આપશે. જ્યારે અનુરાદ ધોડિંયલ ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરશે. દર વર્ષે અમદાવાદમાં બેન્યન ટ્રીના ઉપક્રમે સંગીતના ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ વખતે કોરોનાને લઈને આ ફેસ્ટિવલ ડિજીટલ પ્લેટફોર્મ પર યોજાઈ રહ્યો છે. ભારતના વિસરાતા વાદ્યો સાથે પણ બેન્યન ટ્રી દ્વારા કલાકારોને લઈને સંગીત સાંજનું આયોજન થતું હોય છે.

Download Our B K News Today App



Related News