આવી ગયા રાહતના સમાચાર ભરઉનાળે ગુજરાતને લીલાલહેર, ખેડૂતો માટે ખુશીના સમાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 11:41:45
  • Views : 823
  • Modified Date : 2019-04-25 11:41:45

હાલ ગુજરાતભરમાં આકરા પાણીએ ઉનાળો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએથી પાણી માટે બૂમો પડી રહી છે. ત્યારે અનેક તાલુકામાં અછતની સ્થિતિ છે ત્યારે રાજ્ય માટે સારા સમાચારો આવ્યા છે. ભરઉનાળે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ પાણીની સપાટી પાણીની સપાટી 119.21 મીટર પહોંચી ગઇ છે.ગત વર્ષ કરતા ડેમમાં 14.76 મીટર પાણી વધારે છે. હાલ સરદાર સરોવરની 24 કલાકમાં 4થી 5 સેન્ટીમીટર જળસપાટી વધે છે. ઉપરવાસમાંથી પાણીની આવક 8405 ક્યુસેક છે. ડેમમાં 1105.16 MCM લાઈવ પાણીનો જથ્થો છે. જેથી 3885 ક્યુસેક પાણી કેનાલમાં છોડવાનું ચાલુ કરી દીધું છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ઊનાળામાં મોટા પાયે પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાયઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડેમમાંથી પાણીના લાઇવ સ્ટોકનો જથ્થો 19 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયો હતો. 5મી એપ્રિલે સરદાર સરોવરના સ્થાપનાદિને જ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો.સરદાર સરોવરામાં નિયમ મુજબ 110.64 મીટર પાણીનો લાઇવ સ્ટોક રાખવામાં આવે છે ત્યારબાદ ઉચ્ચ સ્તરની પરવાનગી બાદ પાણીનો ડેડ સ્ટોકનો જથ્થો વાપરવામાં આવે છે. જોકે આ વર્ષે ડેમમાં 1105 mcm પાણીનો જથ્થો મોજુદ હોવાથી ડેમમાં પાણીનો સ્ટોક ગત વર્ષ કરતાં આ વર્ષે 14.76 મીટર વધારે છે.

Download Our B K News Today App



Related News