ધાનેરાની આંગણવાડી કેન્દ્રમાં ખોરાકમાં જીવાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 10:50:30
  • Views : 417
  • Modified Date : 2019-07-14 10:50:30

આંગણવાડીમાં બાળકો માટે લાખો રૂપિયા ખચીને
 પૌષ્ટિક ખોરોક આપવામાં આવે છે. પણ ધાનેરાની આંગણવાડી કેન્દ્રમાં ખોરાકમાં જીવાત નીકળતા બાળકોના આરોગ્યને લઈને વાલીઓએ કર્યો હોબાળો કર્યો હતો.
ધાનેરા તાલુકામાં અનેક આંગણવાડી કેન્દ્રો કોઇ ન કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. સરકાર લાખો રૂપિયા ખર્ચીને પૌષ્ટિક ભોજન
આપવાનો પ્રયત્ન કરી રહી છે. પણ બાળકોના ભાગનો ખોરાક પણ મોટા ભાગે બારોબાર સગેવગે થતો હોય છે.  ધાનેરામાં આવેલી બારોટવાસ પાસે આંગણવાડીના બાળકોને આપવામાં આવેલા ચણા સડેલા અને જીવાત વાળા હોવાના કારણે બાળકોના વાલીઓ શનિવારે કેન્દ્ર પર હોબાળો કર્યો હતો અને આવા ખોરાકના કારણે બાળકો બીમાર થવાના આક્ષેપ કર્યા હતા.  જયારે આ બાબતે કેન્દ્રની તેડાગર બહેનને પૂછતાં એમને પણ જીવાત વાળું અનાજ હોવાની વાત કબૂલી હતી. જયારે સંચાલકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અનાજ સાફ કરવાની અને રાંધવાની જવાબદારી તેડાગરની છે. જે ધ્યાન ન રાખતા આ સમગ્ર મામલો બન્યો છે.
ધાનેરા તાલુકામાં સુપરવાઈઝર મંજુલાબેન ભાટિયાના તાબા હેઠળ આ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે. પણ સુપરવાઈઝરની નિરસતાના કારણે બાળકોને અખાદ્ય જથ્થો પીરસાઈ રહ્યો છે. જો સીધી વાત કરવામાં આવે તો સુપરવાઈઝર કડક હાથે કામ લે તો આવી બનતી ઘટના નિવારી શકાય એમ છે. પણ સુપરવાઈઝરની નિરસતાના કારણે બાળકોના મુખમાં અખાદ્ય જથ્થો જઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કયારે આ બાબતની તાપસ કરીને જવાબદાર સામે પગલાં સુપરવાઈઝર ભરશે કે પછી ભેદી મોંન ધારણ કરીને બાળકોને ભગવાન ભરોસે મૂકી દેવાશે ? એ તો આવનારો સમય જ બાતશે.

Download Our B K News Today App



Related News