ખોડલધામ 'નરેશ' આજે નિર્ણય જાહેર કરી શકે છે, ભાજપથી દુરી અને કોંગ્રેસમાં ગોઠવાતું નથી, હવે શું કરશે પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 17:03:38
  • Views : 274
  • Modified Date : 2022-05-31 17:03:38


વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો ચરમસીમાએ છે. હાલ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે તેણે લઈને અનેક દિગ્ગજ નેતાઓ, પાર્ટીઓ અને લોકો કાગડોળે રાહ જોઈ રહી છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલને લઈને છેલ્લા કેટલાંક સમયથી રાજકારણમાં પ્રવેશને મામલે અલગ અલગ અટકળો ચાલી રહી છે. હવે નરેશ પટેલ કઈ પાર્ટી બાજુ પોતાનો કળશ ઢોળે છે તે સમય નજીક આવી ગયો છે.ગત 25 મેના રોજ પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કર્યા બાદ 31મી મે સુધીમાં નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી ત્યારે આજે તેઓ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.


જો કોંગ્રેસ નહીં તો વડીલોનું માનીને ખોડલધામમાં રહેશે
સમાજના સરવેમાં વડીલોએ સ્પષ્ટ કહ્યું હતું કે ખોડલધામ તમામ પક્ષો કરતાં મોટું છે, એટલે રાજકારણથી તો દૂર રહો, પરંતુ નરેશ પટેલની ઈચ્છા છે કે કોંગ્રેસમાં નહીં ગોઠવાય તો વડીલોને આગળ કરી સમાજ અને વડીલના નામે રાજકારણથી દૂર રહીને ફરી ખોડલધામમાં છે એવી રીતે સક્રિય રહેશે એવી જાહેરાત પણ કરી શકે છે.


વડાપ્રધાન સમક્ષ નરેશ પટેલની ગેરહાજરી
નરેન્દ્ર મોદીએ આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું ત્યારે નરેશ પટેલની હાજરી નહોતી. હોસ્પિટલ પાટીદાર સમાજના અગ્રણીઓએ બનાવી છે છતાં પાટીદારના મોટા ચહેરા તરીકે નરેશ પટેલ આવ્યા નહીં. નરેશ પટેલે દિવસે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું અને ત્યાં પણ પાટીદારો એકઠા કરવાની વાત સામે આવી હતી. એક રીતે જોઈએ તો પાટીદારોમાં પણ દ્વિધા ઊભી થઈ છે. મોદીથી દૂરી બનાવી નરેશ પટેલે ભાજપથી દૂર રહેવાનો જાણે સંકેત આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.


જૂનના ત્રીજા અઠવાડિયામાં નવા-જૂનીનાં એંધાણ
જો નરેશ પટેલ અને કોંગ્રેસનું ગોઠવાય જશે તો જૂનના ત્રીજા અઠવાડિયામાં રાજકોટમાં ભવ્ય સભા યોજાશે. કોંગ્રેસે ગુજરાતમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર લેવલની કારોબારી યોજી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. સમયે કોંગ્રેસનેતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 15 જૂન આસપાસ સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી સૌરાષ્ટ્ર આવી પ્રચાર કરશે. સમયે જો કોંગ્રેસ અને નરેશ પટેલની શરતો ગોઠવાય જશે તો રાજકોટમાં ભવ્ય સભા સાથે નરેશ પટેલની કોંગ્રેસમાં હાઇકમાન્ડના હાથે ખેસ પહેરી એન્ટ્રી થશે.


અન્ય સમાચારો પણ છે...


 


 


Download Our B K News Today App



Related News