ખેતલાઆપા ટી સ્ટોલમાં ચા પીતા રસિયાઓ માટે માઠા સમાચાર, ગુજરાત હાઇકોર્ટે કર્યો મોટો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 13:08:56
  • Views : 919
  • Modified Date : 2019-08-03 13:08:56

શહેરના એસજી હાઈવે ઉપર આવેલ ખેતલાઆપા ટી સ્ટોલને ગુજરાત હાઈકોર્ટે એક લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટમાં ખોટી રીતે અરજી કરવા તથા સરકારી જમીન પર ખોટી રીતે દબાણ કરવાના કેસમાં ખેતલાઆપા ટી સ્ટોલને રૂપિયા 1 લાખ દંડ ફટકારીને સરકારી જમીન ઉપર દબાણ હટાવવા માટે નિર્દેશો આપ્યા છે.સાથો સાથ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જમીનનો કબજો લેવા માટે તંત્રને હુકમ કર્યો છે. થલતેજ પાસે આવેલ ખેતલાઆપા ટી સ્ટોલ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી થઈ હતી.જેમાં હાઈકોર્ટનો સમય બગાડવા અને સરકારી જમીન ઉપર ખોટો કબજે લેવા મામલે કોર્ટે ગંભીર નોંધ લઈને જરૂરી નિર્દેશો જારી કર્યા હતા.

Download Our B K News Today App



Related News