શિહોરી પોલીસે કંબોઇમાં ખેતરમાં જુગાર રમતા 7 જુગારી ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:12:10
  • Views : 479
  • Modified Date : 2020-07-23 12:12:10

શિહોરી પોલીસે મંગળવારે મોડી રાત્રે બાતમીના આધારે કંબોઇ વિસ્તારમાં ખેતરમાં ચાર્જીંગ બેટરીના અજવાળે ખુલ્લામાં જુગાર રમતાં 7 જુગારીયાઓને ઝડપી લીધા હતા.જેમની પાસેથી રૂ. 23870 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પાંચ જુગારીયાઓ ફરાર થઇ જતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શિહોરી પોલીસ મંગળવારે મોડી રાત્રે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન બાતમી મળી કે કંબોઇ ગામની સીમ દેલીયાથરા જવાના કાચા રસ્તાની સાઇડમાં વિક્રમસીગ સોલંકી (રહે.કંબોઇ હઠાણીપાટી, તા.કાંકરેજ) ના પડતર ખેતરમાં ચાર્જીંગ બેટરીના અજવાળે ખુલ્લામાં કેટલાક ઇસમો ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી-રમાડે છે. જેથી પોલીસે રેઇડ કરતા વિક્રમસીંગ સોલંકી (રહે.કંબોઇ હઠાણીપાટી,તા.કાંકરેજ), અરવિંદસીંહ સોલંકી (રહે.કંબોઇ અદાણપાટી,તા.કાંકરેજ),શ્રવણજી ચતુરજી ઠાકોર (રહે.જમણાપાદર,તા.કાંકરેજ),દેવાજી ચેલાજી ઠાકોર (રહે.દેલીયાથરા, તા.સરસ્વતી, જી.પાટણ), માનસુંગજી ચેનાજી ઠાકોર (રહે.જમણાપાદર,તા.કાંકરેજ),અચુજી વસાજી ઠાકોર (રહે.જમણાપાદર,તા.કાંકરેજ) અને વિષ્ણુભા ઝાલા (રહે.કંબોઇ,તા.કાંકરેજ)ને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રકમ રૂ.11370, મોબાઇલ નંગ-7  કિંમત રૂ.12500 મળી કુલ કિંમત રૂ.23870નો  મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રમેશસીહ સોલંકી (રહે.કંબોઇ,તા.કાંકરેજ),  રાજુભાઇ શાંન્તીભાઇ નાઇ (રહે.કંબોઇ,તા.કાંકરેજ), સદુજી  સોલંકી (રહે.કંબોઇ,તા.કાંકરેજ),  વાઘુજી ઠાકોર (રહે.જમણાપાદર-રામપુરા,તા.કાંકરેજ) અને પ્રવિણ ઠાકોર (રહે.લક્ષ્મીપુરા, તા.કાંકરેજ) નાશી છૂટ્યા હતા.

Download Our B K News Today App



Related News