ખેરાલુમાં 10, કડી-વડનગરમાં 5-5 મીમી, અંબાજીમાં પોણો ઇંચ વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 12:12:00
  • Views : 496
  • Modified Date : 2020-07-06 12:12:00

 દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે છ વાગ્યા બાદ છુટોછવાયો હળવો વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ખેરાલુમાં 10 મીમી, કડી અને વડનગરમાં 5-5 મીમી, વિજાપુર અને સતલાસણામાં 3 મીમી, ઊંઝામાં 4 મીમી અને વિસનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેરમાં પણ માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં રાત્રે હળવું ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે બપોર બાદ દાંતા-અંબાજી પંથકમાં પોણા કલાકમાં 17 મીમી વરસાદ વરસ્યો હતો. અષાઢી પૂનમ હોઇ અંબાજી મંદિર પરિસરમાં ભક્તોમાં દોડભાગ મચી હતી. પાલનપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો હતો. વડગામ પંથકમાં ડાલવાણા, થલવાડા, નાદોતરા, નગાણા, રૂપાલ સહિત ગામોમાં વરસાદ ધીમી ધારે પડ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં 7 વાગ્યાના સમયે 15 મિનિટ વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો ખેડબ્રહ્મામાં એક કલાક પડેલા વરસાદથી ખેતીને પાણી મળી રહેતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. પોશીના પંથકમાં દેલવાડા, કલછાવડ, ઝીઝણાટ, આંજણી, કાલીકાકર ગામે વરસાદી ઝાપટાં પડયાં હતાં. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદમાં મઉ રોડ પર 10થી વધુ છાપરાઓમાં પાણી ભરાતાં ઘરવખરી પાણીમાં ખેંચાવા લાગી હતી.  મહેસાણામાં રવિવારે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો છવાયાં હતાં. બાદમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. જોકે,જે પ્રમાણે વાતાવરણ બંધાયું હતું તે પ્રમાણેનો વરસાદ વરસ્યો નહતો. પાલનપુર પણ જોરદાર ઝાપટું પડ્યું હતું.

Download Our B K News Today App



Related News