જિલ્લાકક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને પ્રમાણપત્રો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-16 16:58:22
  • Views : 396
  • Modified Date : 2019-12-16 16:58:22

 એનાયત કરાયાપાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૯ના જિલ્લા કક્ષાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિના હસ્તે વિવિધ રમતોમાં વિજેતા બનેલા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રાજ્યકક્ષાએ વિજેતા થનાર ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યભરમાં ખેલકૂદને પ્રોત્સાહન મળે તે હેતુથી ખેલમહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે યુવાનોની રૂચી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ફેર પ્લે એવોર્ડ, શક્તિદૂત યોજના, જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના જેવી અનેક યોજનાઓના પરિણામે રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિÂધ્ધઓ મેળવી રહ્યા છે. ખેલમહાકુંભ-૨૦૧૯માં રાજ્યભરમાંથી ૪૬.૯૦ લાખ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યભરમાં યોજાયેલા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 



Download Our B K News Today App



Related News