બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રોતા કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 13:48:45
  • Views : 538
  • Modified Date : 2020-03-06 13:48:45

 બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રોતા કર્યા

બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે  વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોતા કર્યા છે. જ્યાં પાલનપુર, વડગામ સહિતના વિસ્તારોમાં ઘઉં, જીરૂના પાકને નુકશાન થયું હતુ.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષની ગ્લોબલ ર્વોમિંગના કારણે હવામાનમાં પલટો નોંધાઇ રહ્યો છે. જ્યાં શિયાળા અને ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ચોમાસામાં ક્યારેક અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિનો સામનો કરવો પડી રહ્યો છે. અધુરામાં પુરૂ આ વર્ષે આવેલા તીડના ઝુંડોએ રહ્યો સહયો પાક પણ સફાચટ કરી દીધો હતો. ખેડૂતોએ મોંઘા ભાવે લાવેલું બિયારણ માથે પડ્‌યું હતું. આવી સ્થિતિમાં જિલ્લામાં ગુરૂવારે પુનઃ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યાં પાલનપુર, વડગામ, થરાદ, અમીરગઢ સહિતના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્‌યું હતું. જેના કારણે ખેતરોમાં ઉભેલો ઘઉં, જીરૂ સહિતના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું. વરસાદને પગલે સૂકો ઘાસચારો બચાવવા માટે ખેડૂતોએ દોડા દોડી કરી મૂકી હતી.પાલનપુર શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અફરા તફરી મચી જવા પામી હતી.



Download Our B K News Today App



Related News