નિર્વાસિતોની 9 કરોડની 375 વીઘા જમીન પૂર્વ મંત્રી જયંતી કવાડીયાના પુત્ર, મળતિયાઓના નામે કર્યાની રાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 14:02:43
  • Views : 478
  • Modified Date : 2019-12-04 14:02:43

હળવદ તાલુકાના માનગઢ ગામમાં 375 વિઘા લગડી જેવી ઉપજાવ જમીન ભાજપના પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાએ રાજકિય વગથી પુત્ર અને મળતીયાઓના નામે કરાવી લીધાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. જયંતીભાઇ 2012માં મંત્રી હતા ત્યારે ખેડૂતો આ જમીન અમારા નામે કરાવી આપવા માટે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે મંત્રીએ એવુ કીધુ હતુ કે આ હિજરતીઓની જમીન છે તેમા કાંઇ ન થઇ શકે તમે ખેડી ખાવ અને પછી આ જ જમીન તેમણે પોતાના પુત્ર અને મળતીયાઓના નામે કરી લીધી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં ખેડૂતોએ ઘરણાં યોજી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.દેશના ભાગલા વખતે જમીન ગ્રામજનોને સોંપીને ગયા હતાહળવદ તાલુકાના માનગઢમાં આઝાદી પહેલા અહેમદ વીરા ઘાંચી અને આદમ કાળા ઘાંચી રહેતા હતા. પરંતુ 1947માં દેશ આઝાદ થયા બાદ આ બંને ઘાંચી પરિવાર માનગઢ છોડીને પાકિસ્તાનમાં રહેવા માટે જતા રહ્યા હતા. ત્યારે તેમની પાસે રહેલી અંદાજે 375 વિઘા જમીન અહીયા કોઇ વારસદાર ન રહેતા હોવાને કારણે ગામના જુદી જુદી જ્ઞાતીના સગા સંબંધીઓને આપી હતી. ત્યારથી આ જમીન ગામના 8 ખેડૂતો જ ખેડતા હતા. વિઘોટી અને પાણી પત્રક પણ તેમના નામના જ આવતા હતા. આટલુ નહી 1955માં ઝાલાવાડ કલેકટર જમીન સોપણીના હુકમો પણ કર્યા હતા. 50 વર્ષથી ખેડતા હોય આ જમીન પોતાના નામે કરવા માટે ખેડૂતોએ અનેક જગ્યાએ રજૂઆતો કરી પરંતુ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ તાજેતરમાં તપાસ કરતા આ જમીન તો પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા અને તેમના મળતીયાઓના નામે બોલતી હોવાની વિગતો મળતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા. ન્યાયની માંગ સાથે મંગળવારે ખેડૂતોએ ધરણા યોજીને વિરોધ કર્યો હતો.ન્યાય નહી મળે ત્યા સુધી લડત ચલાવીશુંઆ અંગે ખેડૂત બહાદુરસિંહ ઝાલાએ જણાવ્યું કે, અમારી સાથે આ અન્યાય કરવામાં આવી રહ્યો છે. 50 વર્ષથી જે જમીન ખેડૂત પાસે હોય તે બીજાના નામે કરી દેવામાં આવે છે. દોષીતો સામે કાર્યવાહી કરવી જોઇએ. અમને ન્યાય નહી મળે ત્યા સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું.મેં જમીન પચાવી નથી, મારા દીકરાના નામે જમીન થઇ હોય તો જાણતો નથીમે કોઇ જમીન કૌંભાડ કે જમીન પચાવી લીધી નથી. આ જમીન કોની છે તેની પણ મને ખબર નથી. જો કદાચ મારા દિકરાએ જમીનની ખરીદી કરી હોય તો તે બાબતે હું કાઇ જાણતો નથી. જે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તેમને મદદ કરવા માટે પણ હું તૈયાર છુ. કલેક્ટર તપાસ કરીને એન્ટ્રી રદ કરી દે. - જયંતીભાઇ કવાડીયા, ભાજપ સરકારના પૂર્વ પંચાયત મંત્રી

11 ખેડૂતોના નામે દસ્તાવેજ થયાં હતાંમાનગઢની જમીન ડિસેમ્બર 2018માં મોરબી જિલ્લા કલેકટરનો હુકમ થતા વારસાઈ એન્ટ્રી પાડી હતી. અને છ - આઠ મહિના પહેલા 11 ખેડૂતોના નામે દસ્તાવેજો થયા હતા. - વી.કે.સોલંકી, હળવદ મામલતદારરાજકીય વગથી કૌભાંડ કર્યુ છેઆટલા વર્ષોથી આ જમીન અમારી પાસે હોય અને રાતોરાત તેના દસ્તાવેજ કરી દેવામાં આવે તે તો કેવી રીતે ચાલે. રાજકીય વગ હોવાથી અધિકારીઓની સાથે મીલીભગત કરીને અમારા હક્કની જમીન હડપ કરવાનું આ કૌભાંડ છે. - જયંતીભાઇ હુલાણી, ખેડૂત

Download Our B K News Today App



Related News