પાકિસ્તાનનું સદાબહાર દોસ્ત ડ્રેગન અચાનક જ ભડક્યું, ખતરામાં મોદી અને જીનપીંગની મુલાકાત?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 17:37:44
  • Views : 469
  • Modified Date : 2019-10-05 17:37:44

આવતા સપ્તાહે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગની મુલાકાત થવાની છે પરંતુ ભારતીય સેના અરૂણાચલ પ્રદેશમાં ચાલી રહેલ ‘હિમ વિજય’ યુદ્ધાભ્યાસથી ચીનની તૈયારીઓ વધી ગઇ છે અને તેને યુદ્ધાભ્યાસ પર પોતાની આપત્તી વ્યક્ત કરી છે. ચીનના ઉપ વિદેશ મંત્રીએ ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેની સાથે બેઠકમાં આ મુદ્દે આપત્તિ વ્યકત કરી.મીડિયા રિપોર્ટના મતે ચીને ભારતને કહ્યું કે હાલનો યુદ્ધાભ્યાસ બંને દેશોની વચ્ચે થનારી મુલાકાતને નજર અંદાજ કરનારો છે. જ્યારે ભારતની તરફથી કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધાભ્યાસ એલએસી થી 100 કિલોમીટર દૂર થઇ રહ્યો છે અને બંને દેશોની વચ્ચે યોજનાર બેઠકના મહિનાઓ પહેલાં આ નક્કી થઇ ચૂકયું હતું.ઉલ્લેખનીય છે કે આ વાર્તાને લઇ હજુ સુધી ઔપચારિક જાહેરાત થઇ નથી. જો કે મીડિયા રિપોર્ટસના હવાલે શી જીનપિંગ 11મી ઑક્ટોબરના રોજ લગભગ 2 વાગ્યે ચેન્નાઇ પહોંચશે. ત્યારબાદ સાંજે તેઓ મમલ્લાપુરમ જશે અને પીએમ મોદીની સાથે વ્યક્તિગત રીતે રાત્રિ ભોજન કરશે.

Download Our B K News Today App



Related News