વિસનગરમાં ખાસડા યુધ્ધ ખેલી સારા વર્ષની આગાહી કરાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 11:06:05
  • Views : 372
  • Modified Date : 2020-03-11 11:06:05

વિસનગરમાં છેલ્લા 150 વર્ષથી ચાલતા પરંપરાગત ખાસડા યુદ્ધની ઊજવણી હર્ષભેર કરવામાં આવી હતી. આ યુદ્ધમાં જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા હોવાની આ યુદ્ધમાં નગરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુદ્ધ બાદ ખજૂર ભરેલો ઘડો મેળવવા બે જૂથે પડાપડી કરી હતી. વિસનગરના મંડીબજારમાં ધૂળેટીની સવારે શહેરના ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાંથી વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થયું હતું. પરંપરા મુજબ શરૂઆતમાં બંને જૂથે ખાસડાં તેમજ શાકભાજી ફેંકી યુદ્ધ ખેલ્યું હતું. ત્યાર બાદ ચોકમાં ખજુર ભરેલો ઘડો મેળવવા બંને જૂથ વચ્ચે ભારે ખેંચતાણ સર્જાઇ હતી. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચી હતી.

Download Our B K News Today App



Related News