પાલનપુરમાં બાળકોની ખાનગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-16 16:50:44
  • Views : 479
  • Modified Date : 2019-12-16 16:50:44


હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરીપાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં ગોબરીરોડ પર આવેલી બાળકોની શૈશવ ખાનગી હોસ્પિટલમાં રવિવારે સાંજના સુમારે અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં ફાયર ફાયટર સાથે દોડી આવેલા પાલિકાના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.પાલનપુરમાં રવિવારે સાંજે બનેલી આગની ઘટનાની પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના ગોબરીરોડ પર  આવેલી બાળકોની ખાનગી હોસ્પિટલ શૈશવમાં અચાનક સાંજના સુમારે આગ ભભૂકી ઉઠીહતી. આગની લપકારા મારતી જ્વાળાઓ બારી માંથી બહાર દેખાતાં તેમજ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાતા આસપાસમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.જ્યાં ભારે અફરાતફરી ભર્યા માહોલમાં બનાવ અંગે જાણ કરવામાં આવતાં પાલનપુર નગરપાલિકાનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં સદનસીબે કોઈ જાનહાની ન થતાં સૌ એ હાશકારો અનુભવ્યો હતો.



Download Our B K News Today App



Related News