એક સાથે 10 હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ KGF 2, પહેલા જ દિવસે ફિલ્મ RRRનો રેકોર્ડ તોડવાનું અનુમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 10:34:44
  • Views : 233
  • Modified Date : 2022-04-15 10:34:44

 

KGF 2એ મચાવી ધમાલ 

RRRનો રેકોર્ડ તોડી શકે તેવા અનુમાનો 

ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ 

કન્નડ સિનેમાની ચર્ચિત ફિલ્મ KGF 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મની સ્ક્રિન્સને જોતા બોક્સ ઓફિસ પર સારા ઓપનિંગની આશા જતાવવામાં આવી રહી છે. કોરોના મહામારી બાદ એકથી વધીને એક ફિલ્મ રિલીઝ થઇ રહી છે. 

તેલુગૂ ફિલ્મ RRR બાદ હવે કન્નડ સિનેમાની ફિલ્મ KGF 2 દુનિયાભરમાં 10 હજારથી વધારે સ્ક્રિન્સ પર રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મને હિંદી ભાષામાં મોટા પાયે રિલીઝ કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં 4400થી વધારે સ્ક્રિન્સ પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે, જયારે દક્ષિણ ભારતમાં માત્ર 2600 સ્ક્રિન્સ પર જ ફિલ્મ રિલીઝ થઇ છે. જયારે ઓવરસીઝમાં દ્રશ્ય ઉલટું છે, જ્યાં હિંદી વર્ઝનને 1100 સ્ક્રિન્સ અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં 2900 સ્ક્રિન્સ પે ફિલ્મ રિલીઝ થઇ છે. 

 

ઓનલાઈન 40 લાખ કરતા વધારે ટીકીટો વહેંચાઇ 
KGF 2
ને લઈને હાઈપ, ટ્રેન્ડ અને એડવાન્સ બુકિંગનાં આંકડાઓને જોઇને ટ્રેડ વચ્ચે પણ ચર્ચા છે કે ફિલ્મ પહેલા જ દિવસે 100 કરોડનું નેટ કલેક્શન બધી જ ભાષાઓમાં કરી શકે છે. ઓનલાઈન માધ્યમથી જ 40 લાખથી વધારે ટીકીટોનું વહેંચાણ થઇ ચુક્યું છે. 
 

દર્શકોનાં રિએક્શન 
એક યૂઝરે 4.5 સ્ટાર આપતા કહ્યું કે યશની એન્ટ્રી ફાયર, હાઈ ઓક્ટેન એક્શન! જેટ સ્પીડ નરેશન! સંજય દત્તની એન્ટ્રી ફાયર, ક્લાઈમેક્સ, બધું જ. KGF 3 બનાવી શક્યા હોત, KGF 2માં ઘણી એવી વાતો છે જેને ઝડપથી બતાવવામાં આવી છે. એક અન્ય યૂઝર લખે છે કે તમારી અપેક્ષાઓ પ્રમાણે જીવે છે આ ફિલ્મ, રુંવાડા ઉભા થઇ જશે. પ્યારા બોક્સ ઓફિસ તમે ખતરામાં છો. KGF 3ની રાહ જોઈ રહ્યા છીએ હવે. 

 

બોક્સ ઓફિસ કલેક્શનનું અનુમાન 
અમુક લોકોએ આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિષે પણ અનુમાનો લગાવ્યા છે. એક યૂઝર લખે છે કે KGF 2 આવનાર અઠવાડિયાઓમાં 1000 કરોડ વર્લ્ડવાઈડ ક્રોસ કરવાની ક્ષમતા ધરાવે છે. મેકર્સે KGF 3ની પણ હિંટ આપી છે. ત્રીજા પાર્ટની ડિમાન્ડ ખૂબ જ હાઈ રહેશે. એક અન્ય યૂઝર લખે છે કે હું નિશ્ચિત રૂપથી કહી શકું છુ કે રોકી ભાઈમાં બોક્સ ઓફિસ પર 1000 કરોડ ક્રોસ કરવાની ક્ષમતા છે. શું જબરદસ્ત મૂવી છે. 

ત્રીજા પાર્ટની ડિમાન્ડ 
KGF 2
માટે આ જ પ્રકારે ચારેય તરફ પોઝીટીવ કમેન્ટ્સ જોવા મળી રહી છે. ફિલ્મના એક્ટર યશનાં પણ ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ફિલ્મના પહેલા પાર્ટને પણ આ જ પ્રકારનું રિએક્શન મળ્યું હતું અને હવે દર્શકો ત્રીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News