હજુ KGF-2 રીલીઝ પણ નથી થઈને કમાણીએ તોડ્યા તમામ રેકૉર્ડ, RRR તો ક્યાંય પાછળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 11:06:03
  • Views : 278
  • Modified Date : 2022-04-13 11:06:03

 

KGF-2એ રિલીઝ પહેલા તોડ્યા રેકોર્ડ 

એડવાન્સ બુકિંગમાં જ કરી આટલી કમાણી 

એસએસ રાજામૌલીની RRRને પાછળ મુકી 

 

સાઉથ ફિલ્મોનો દબદબો બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ વધી રહ્યો છે. એક બાદ એક સાઉથની ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને મોટા-મોટા રેકોર્ડ્સ બનાવી રહી છે. ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં તેને પસંદ કરવામાં આવી રહી છે.

પુષ્પા અને આરઆરઆર બાદ હવે નંબર છે ફિલ્મ કેજીએફ ચેપ્ટર-2નો. આ મૂવીનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે ફેન્સની ઉત્સુકતાનો પાર નથી રહ્યો. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ફિલ્મે રિલીઝના પહેલા જ એડવાન્સ બુકિંગના મામલામાં એસએસ રાજામૌલીની આર આર આરને પાછળ મુકી દીધી છે.

રિલીઝ પહેલા જ તોડ્યા RRRના રેકોર્ડ 
હાલના સમયમાં RRR મૂવીએ દુનિયાભરમાં પોતાની ધૂમ મચાવી છે. ફિલ્મનું હાલના સમયમાં વર્લ્ડ વાઈડ કલેક્શન 1000 કરોડ રૂપિયાને પાર જતુ રહ્યું છે. આ રેકોર્ડ બનાવનાર આ દેશની ત્રીજી ફિલ્મ છે. હાલ ફિલ્મના ભારે-ભરખમ રેકોર્ડ તોડવા માટે વધુ એક મૂવી દસ્તક આપી રહી છે. સાઉથ મૂવી KGF2એ રિલીઝ પહેલા આ મોટા ધમાકાનો સંકેત આપ્યો છે. ફિલ્મે રિલીઝ પહેલા જ લગભગ 25 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ કરી લીધી છે. જે RRRથી ઘણી વધારે છે. 

એક રિપોર્ટ અનુસાર RRRએ રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ દ્વારા ફક્ત 5 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. આ રીતે જોઈએ તો KGF2ની એડવાન્સ બુકિંગ RRRથી પાંચ ઘણી વધારે છે. ફિલ્મ તો વિદેશોમાં પણ જબરદસ્ત કમાણી કરવાની શરૂ કરી ચુકી છે. આવો જાણીએ KGF2એ હાલ એડવાન્સ બુકિંગ દ્વારા કેટલા રૂપિયા કમાયા છે. 

 

Download Our B K News Today App



Related News