કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 6 હજાર કેસ સામે આવ્યા, મહારાષ્ટ્ર કરતાં લગભગ બેગણા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 11:34:48
  • Views : 426
  • Modified Date : 2020-12-23 11:34:48

    દેશમાં કોરોનાના કેસ મામલે હવે કેરળની અથઈતિ વ્હીનતા વધારી રહ્યું છે. અહીં દરરોજ 5-6 હજાર કેસ આવે છે. અહીં મંગળવારે કોરોનાના નવા 6049 કેસ સામે આવ્યા હતા. આ થોડા દિવસો પહેલાં ટોચના સ્થાને ચાલી રહેલા મહારાષ્ટ્રની સરખામણીએ લગભગ ડબલ છે. અહીં મંગળવારે 3106 કેસ નોંધાયા હતા. કેરળમાં હવે 61 હજાર એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 58 હજાર. દેશમાં મંગળવારે 23 હજાર 880 કેસ નોંધાયા હતા અને 27 હજાર 32 દર્દી સાજા થયા હતા. 329 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, એક્ટિવ કેસમાં 3498નો ઘટાડો થયો છે. દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 99 લાખના કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 96.6૨ લાખ દર્દી સાજા થયા છે અને 1.46 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કુલ 2.87 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

    બ્રિટનમાં જોવા મળતા નવા કોરોના સ્ટ્રેનના ફેલાવાને રોકવાની કવાયત તેજ બની છે. છેલ્લા એક મહિનામાં (25 નવેમ્બરથી 22 ડિસેમ્બર) બ્રિટનથી ભારત આવેલા તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી રાજ્યો સાથે શેર કરવામાં આવી રહી છે. કેન્દ્ર અનુસાર, એક મહિનામાં કુલ 50 હજાર 832 લોકો બ્રિટનથી ભારત આવ્યા છે. સૌથી વધુ 16 હજાર 281 લોકો દિલ્હીમાં ઊતર્યા છે. આ બધા લોકોની શોધખોળ શરૂ થઈ ગઈ છે. મંગળવારે 1500થી વધુ લોકો બ્રિટનથી ભારત આવ્યા હતા, જેમાં 24 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. આ સંખ્યા હજી વધી શકે છે, કેમ કે તમામ લોકોના ટેસ્ટના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી. અત્યારસુધીમાં ભારત સહિત કુલ 49 દેશ બ્રિટનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે.

  •     તેલંગાણા સરકારે પ્રાઈવેટ લેબમાં RT-PCR કોવિડ-19 ટેસ્ટનો ચાર્જ નક્કી કરી લીધો છે. હવે 500 રૂપિયામાં જ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. જો લેબનો કર્મચારી કોઈના ઘરે જઈને સેમ્પલ લેશે તો આ માટે રૂ. 750 ચાર્જ લઈ શકશે.હરિયાણા સરકારે ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ ઓનલાઈન જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, આ તમામ વિદ્યાર્થીઓનું મહિને એસેસમેન્ટ કરવામાં આવશે.બ્રિટિશ એરવેજથી આવેલા 199 મુસાફરોનો કોરોના રોપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ માહિતી ડાયગ્નોસ્ટિક લેબ્સના COO ચેતન કોહલીએ આપી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાથી જીવ ગુમાવનાર સિવિક વોલંટિયરના પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. આવા સિવિક વોલંટિયરના પરિવારના એક સભ્યને સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News