કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે નવી ગાઈડલાઈન જાહેર, ધોરણ 12માં સુધી ફ્રીમાં ભણી શકશે આ વિદ્યાર્થીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 13:17:53
  • Views : 282
  • Modified Date : 2022-04-26 13:17:53

કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે એમપી કોટાને ખતમ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સંશોધિત એડમિશન ગાઈડલાઈન અંતર્ગત સાંસદોના કોટાને ખતમ કરી દીધું છે. સાથે જ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત કોવિડ 19 મહામારીના કારણે અનાથ થયેલા બાળકોને કેન્દ્રીય વિદ્યાલયના કોઈ પણ ધોરણમાં ફ્રીમાં એડમિશન મળશે. નવી ગાઈડલાઈન અનુસાર કોરોના મહામારીના કારણે અનાથ થયેલા બાળકોને પહેલાથી બારમા ધોરણ સુધી ટ્યૂશન ફ્રી, કોમ્પ્યુટર ફંડ અને વીવીએનની ફીમાંથી મુક્તિ આપવામાં આવશે.

પહેલા કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે નિયમ અનુસાર દરેક લોકસભા સાંસદ પોતાના મતવિસ્તારની કોઈ પણ કેન્દ્રીય વિદ્યાલયમાં 10 વિદ્યાર્થીઓની ભલામણ કરી શકતા હતા. તો વળી કોઈ પણ રાજ્યસભા સભ્યો પણ તે રાજ્યમાં કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ભલામણ કરી શકતા હતા. જ્યાંથી તેઓ ચૂંટાયા હોય. 

 

 

Download Our B K News Today App



Related News