જાખેલ નજીકના કેનાલના સાઈફાનમાંથી લાશ મળી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-23 13:02:52
  • Views : 831
  • Modified Date : 2019-11-23 13:02:52

કાંકરેજના રાણકપુર નજીકથી પાસર થતી નર્મદાની કેનાલમાં થરા ગામે ચાની લારી ચાલવતો એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક તરવૈયા દ્વારા મૃત્તકની લાશની કેનાલમાં શોધખોળ કરાઈ હતી. જ્યારે ગઈકાલે જાખેલ નજીકના મુખ્ય કેનાલના સાઈફાન અંદર લાશ તરતી મળી આવી હતી. લાશને થરા રેફરલ ખાતે પી.એમ.માટે લવાઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના દિનેશભાઈ છોટાલાલ મોચી ઉર્ફે રંગાજીના નામે ઓળખાતો આશરે ૫૮ વર્ષનો આધેડ જે ચા ની લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો. જે ગત તારીખ ૨૦/૧૧/૨૦૧૯ ના રોજ સાંજના સુમારે ઘરેથી નીકળ્યો હતો અને રાણકપુર નજીકની નર્મદાની કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી પરિવારજનોને આધેડનું ટીશર્ટ અને ચંપલ કેનાલની પાળે મળી આવતા સ્થાનિક તરવૈયાઓની મદદ થી કેનાલમાં લાશની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી લાશ મળી ના હતી. જ્યારે ગઈ કાલ તા.૨૨-૧૧-૨૦૧૯ ને શુક્રવારના  રોજ બપોરના સુમારે નર્મદાની મુખ્ય કેનાલ જાખેલ નજીક રાધનપુર તરફ જતી બ્રાન્ચ કેનાલના સાઈફનમાં લાશ તરતી હતી. ઘટના સ્થળે થરા પી.એસ.આઈ. એચ.અને.પટેલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને  સ્થાનિક તરવૈયા દિનેશભાઈ પટેલ ચાંગાવાળાની મદદ થી મૃતકની લાશને કેનાલમાંથી બહાર કાઢેલ. કેનાલ પર લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. લાશને પ્રાઇવેટ વાહન મારફતે થરા ખાતે પી.એમ.અર્થે લવાઈ હતી. 


Download Our B K News Today App



Related News