લિંબુણી માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું રીપેર કરવાનો અધિકારીઓને સમય નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-31 13:58:10
  • Views : 461
  • Modified Date : 2019-12-31 13:58:10

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં જીવન દોરી સમાન ગણાતી નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથવાત છે. ત્યારે લિબુંણી માઇનોર કેનાલમાં ત્રણ દિવસ પહેલાં દસ ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જે અંગે ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં આજ દિવસ સુધી સ્થળ તપાસ કરી નથી અને રીપેરીંગ કરવા માટેની પણ કોઈ તસ્દી લીધી નથી. જેને લઈ નર્મદા વિભાગના અધિકારીઓ ઉપર ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. એક બાજુ શિયાળુ ખેતી માટે પાણીની જરૂરિયાત છે. અને નર્મદાના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ હલકી ગુણવત્તાની કેનાલો તૂટવાના લીધે ખેડૂતોની ખેતી અને જમીન બરબાદ થઈ રહી છે. જેનું કોઈ વળતર ખેડૂતોને ચૂકવાતું નથી. ત્યાંહજારો હેકટર જમીનમાં શિયાળુ પાકોમાં કેનાલનું પાણી માટે ખેડૂતો રાત દિવસ ઉજાગરો કરી રહ્યા છે. ત્યાં તૂટેલી કેનાલોરીપેર ના કરવાને કારણે ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે. 


Download Our B K News Today App



Related News