ઢીમા સપ્રેડા ડિસ્ટ્રી. કેનાલના સાયફનની સફાઈ કરી પાણીનો પ્રવાહ ચાલુ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 14:30:07
  • Views : 394
  • Modified Date : 2020-01-20 14:30:07

ઢીમા સપ્રેડા ડિસ્ટ્રી. કેનાલના સાયફનની  સફાઈ કરી પાણીનો પ્રવાહ ચાલુ કરાયો 


વાવ તાલુકાની ઢીમા માર્કેટયાર્ડ નજીક પસાર થતી ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં સાયફનમાં કચરો ભરાઈ જવાથી કેનાલ ઓવરફ્‌લો થઈ હતી. તો વળી પાણીનો પ્રવાહ વધારે હોવાથી કેનાલમાં ભંગાણ સજાર્યુ હતુ. ત્યારે બી.કે.ન્યુઝ દૈનિકના અહેવાલના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા રવિવારે વહેલી સવારે ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ અને તેના નજીક રોડ પર આવેલ સાયફનની જેસીબી મશીન વડે સફાઈ કરવામાં આવતા પાણીનો પ્રવાહ ચાલુ કરવામાં આવ્યો હતો. જેથી ખેડૂતોમાં રાહત થઈ હતી. મળતી માહિતી મુજબ, વાવ તાલુકામાં કેનાલોની સફાઈ માટે લાખ્ખો રૂપિયાનું ટેન્ડર ફાળવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મોટી સાંઠ ગાંઠ હોવાથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને કેનાલોમાં ભંગાણ સર્જાય છે છતાં પણ સફાઈ કરવાનું કહેતા નથી. પરિણામે કેનાલોમાં ગાબડાઓ પડે છે. હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે અને ત્યારબાદ કેનાલોને રીપેરિંગ કરવામાં આવે છે. ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતા પાક તબાહ થઈ જાય છે. તો વળી વાવ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈ માટે પાણી નહિ મળતા ખેડૂતોમાં ભારે રોષ પ્રસર્યો છે.


Download Our B K News Today App



Related News