બનાસકાંઠામાં બે વર્ષમાં ૬૯ વખત કેનાલમાં ગાબડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 12:54:39
  • Views : 369
  • Modified Date : 2020-03-13 12:54:39

બનાસકાંઠામાં બે વર્ષમાં ૬૯ વખત કેનાલમાં ગાબડા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૬૯ વખત નર્મદા કેનાલમાં ગાબડા પડ્‌યા છે. આ ગાબડા પડવા પાછળ રાજય સરકારે દોષનો ટોપલો ખેડૂતો પર ઢોળતા કબૂલાત કરી છે કે, ગાબડા પડવાના કારણે અંદાજે ૯૬,૧૭૮ ઘન મીટર પાણી વહી ગયુ છે. ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરીમાં રાજય સરકારે બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવા પાછળનું કારણ આપતા જણાવ્યું છે કે, રાત્રીના સમયે પાણીનો ઉપાડ બંધ કરાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા, ખેડૂતો દ્વારા કેનાલમાં અવરોધ ઉભો કરવો, બિન અધિકૃત રીતે પાણી લેતા અજાણ્યા ઇસમો દ્વારા ગેટ બંધ કરવા કે ખોલવાથી કેનાલમાં ગાબડા પડી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી અંગે કોંગ્રેસના ધારાસભ્ય તરફ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, નર્મદા યોજનાની ૪૫૮ કિ.મી.ની મુખ્ય નહેરનું કામ પૂર્ણ થઈ ગયુ છે. જોકે યોજનાની ૧૦ હજાર કિ.મી. કેનાલનું કામ બાકી છે. ૨૭૩૦ કિ.મી.ની શાખા નહેરોમાં ૧૦૧ કિ.મી., ૪૫૬૯ કિ.મી.ની વિશાખા નહેરોમાં ૧૯૬ કિ.મી., ૧૫૬૬૯ કિ.મી.ની પ્રશાખા નહેરોમાં ૧૫૭૯ કિ.મી. અને ૪૮૩૧૯ કિ.મી.ની પ્રપ્રશાખા નહેરોમાં ૮૪૬૦ કિ.મી.નું કામ હજુ બાકી છે.


Download Our B K News Today App



Related News