કેજરીવાલ-ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેંટિયો કાત્યો અને કહ્યું રાજનીતિની વાત આશ્રમ બહાર કરીશું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 13:00:31
  • Views : 246
  • Modified Date : 2022-04-02 13:00:31

કેજરીવાલ-ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેંટિયો કાત્યો અને કહ્યું રાજનીતિની વાત આશ્રમ બહાર કરીશું

ગુજરાત પ્રવાસે આવેલ આમ આદમી પાર્ટીના પીઢ નેતાઓ ગત મોડી રાતે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. જ્યાં બંન્ને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, રાજનીતિની વાતો અમે આશ્રમ બહાર કરીશું. વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ  વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો કરશે . અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો યોજાશે. અમદાવાદમાં 1.5 કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે.  

જાણો 2 દિવસીય પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ: 

2 એપ્રિલ (નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો)

સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો

આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો હાજર રહેશે

અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન

કેજરીવાલનો આજનો રોડ શો રૂટ

ખોડિયાર મંદિર, નિકોલ ગામ - જીવનવાડી, શ્રી સરદાર પટેલ પ્રતિમા - ટોરેન્ટ પાવર, ઉત્તમનગર ચાર રસ્તા - સ્વસ્તિક સરિતા સોસાયટી - સરદાર મોલ - એપ્રોચ ચાર રસ્તા - બાપુનગર

3 એપ્રિલ

સવારે 10 વાગ્યે જશે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર

ત્યાર બાદ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે

સાંજે 6 વાગ્યે દિલ્હી જવા રવાના થશે

ગુજરાત માટે AAPની કેવી કવાયત?

AAPના નેતાઓ વીજળીની સમસ્યા, પોલીસ ગ્રેડ પે, બેરોજગારી મુદ્દે આક્રમક થયા

ખેડૂતોને સમયસર વીજળી મળે તે માટે AAPએ સક્રિયતાથી મુદ્દો ઉઠાવ્યો

ગુજરાતના અનેક વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢી

પંજાબમાં મળેલી જીતની ગુજરાતમાં મોટી ઉજવણી કરી

દિલ્લી બાદ પંજાબ મોડેલની AAPના નેતાઓના મુખે ચર્ચા

દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે

સોશિયલ મીડિયા પર દિલ્લી અને પંજાબ સરકારના નિર્ણયોનો પ્રચાર

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંગે મનિષ સિસોદિયાએ પડકાર ફેંક્યો

કોંગ્રેસના કેટલાક નેતાઓનો સંપર્ક કરી પક્ષમાં લેવાના પ્રયાસ

BTP સાથે ગઠબંધન કરી આદિવાસી મત પરોક્ષ રીતે મેળવવા રણનીતિ ઘડી

 

Download Our B K News Today App



Related News