કેવી રીતે સમગ્ર ગુજરાતને નર્મદાનું પાણી મળશે, આવી છે યોજના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 17:39:53
  • Views : 774
  • Modified Date : 2019-08-09 17:39:53

મા નર્મદાનું પાણી તમને કેવી રીતે મળશે?નર્મદા ડેમના દરવાજા ખોલતાં 1200 મેગાવોટની ક્ષમતાએ વીજળીનું ઉત્પાદન થયું છે. જ્યારે 14 હજાર ક્યૂસેક પાણી હાલ કેનાલમાં છોડવામાં આવ્યું છે. નર્મદામાં પૂર આવે ત્યારે ગુજરાતની તમામ નદીઓનો ઉપયોગ ગ્રીડ તરીકે કરવાનું સ્વપ્ન હતું કે સાકાર થતું જોવા મળી રહ્યું છે. 25 દરવાજા ખોલતાં નર્મદાનું 1400 ક્યૂસેક પાણી હાલ મહી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે 300 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે.નર્મદાનું પાણી આગળ વધીને મહેસાણા જિલ્લામાં ખારી અને રૂપેણમાં જ્યારે બનાસકાંઠાની બનાસ નદી સુધી પણ પહોંચાડવાનું આયોજન સરકાર કરી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાથી મા નર્મદાનું પાણી અપાશે. આ સાથે કચ્છને પણ તરસ્યું નહીં છોડાય. સૌની યોજનાને નર્મદાનું પાણી પાઈપલાઈનની મદદથી પંપિંગ સ્ટેશનથી મળશે. નર્મદા ડેમના દરવાજા ખોલતાં ગુજરાતની જનતા દાયકાઓથી જે યોજનાની સફળતાની અપેક્ષા રાખતી હતી તે પૂર્ણ થઈ છે. 60 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને જેની શરૂઆત કરી હતી તે યોજના આજે સાકાર થઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં CM રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી.નીતિન પટેલે જણાવ્યું કે, ડેમના દરવાજા બંધ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ ફાયદો થયો છે. નર્મદા બંધમાં ગયા વર્ષે પાણી ભરવાની શુભ શરૂઆત કરી હતી. નર્મદા માતાની કૃપાથી મોટા પ્રમાણમાં ડેમમાં પાણી આવી રહ્યું છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 131 મીટર સુધી આપણે પાણી ભરી શકીએ છીએ. ગુજરાતની પ્રજાની વર્ષો જૂની જે લાગણી હતી તે ભગવાને પૂર્ણ કરી છે.

Download Our B K News Today App



Related News