રાજસ્થાનમાં કાતિલ ઠંડીનુ મોજુ યથાવત ઃ પારો નોર્મલથી ઓછો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 14:34:23
  • Views : 450
  • Modified Date : 2020-01-22 14:34:23


ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની Âસ્થતી  ફરી એકવાર જાવા મળી રહી છે. સૌથી વધારે કફોડી હાલત હાલમાં રાજસ્થાનમાં જાવા મળી રહી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પારો એકથી ચાર ડિગ્રી વચ્ચે પહોંચી ગયો છે. સિકરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પારો નોર્મલ કરતા ઓછો રહ્યો છે. હાલમાં કોઇ રાહત નહી મળે તેવી વાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. સિકરમાં પારો ઘટીને બે ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. જેથી જનજીવન પર અસર થઇ છે. ચુરુમાં ચાર અને પિલાનીમાં પારો ૪.૨ ડિગ્રી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબમાં પણ તીવ્ર ઠડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન,  ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની Âસ્થતી જાવા મળી રહી છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે ટ્રેન અને વિમાની સેવાને અસર થઇ છે.  રાજસ્થાનના ચુરુમાં તાપમાન માઇનસ ૪ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે, પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ,  કેલોંગ, સિમલામાં તાપમંન નીચે રહ્યુ છે. માઉન્ટ આબુમાંકાતિલ ઠંડીના કારણે પ્રવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.  ધુમ્મસના કારણે દિલ્હી આવતી ૨૧ ટ્રેનો મોડેથી દોડી રહી છે.  હજુ હિમવર્ષા જારી રહી શકે છે.   દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને ઠંડીના કારણે લોકોની હાલત આજે ફરી એકવાર કફોડી બની ગઇ છે. ધુમ્મસના કારણે દિલ્હીથી દોડનાર ૨૧ ટ્રેનો લેટ ચાલી રહી છે. જ્યારે ચાર ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને આવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત નહી મળે તેવી શક્યતા છે. બીજી બાજુ જમ્મ કાશ્મીરના કારગીલમાં માઇનસ તાપમાન થયુ છે. દક્ષિણ કાશ્મીરના કાજીગુન્દ ખાતે પારો માઇનસ ડિગ્રીમાં છે. ગુલમર્ગ ખાતે પારો માઇનસ  ડિગ્રી રહ્યો હતો. દેશના અન્ય ભાગોમાં પણ હાલમાં કાતિલ ઠંડી પ્રવર્તી રહી છે.  પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જાવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જા કે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે.


Download Our B K News Today App



Related News