કાશ્મીરીઓ માટેની હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 13:43:16
  • Views : 594
  • Modified Date : 2019-08-20 13:43:16

જોકે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ રઘવાયા બનેલા પાકિસ્તાનીઓ આ હેલ્પ લાઈન પર ફોન કરીને ગાળાગાળી કરી રહ્યા છે.હેલ્પલાઈન પર 11 ઓગષ્ટથી 17 ઓગષ્ટ વચ્ચે લગભગ 7000 કોલ આવ્યા છે જેમાંથી 171 કોલ ભારત બહારથી આવ્યા હતા.લોકો આ હેલ્પલાઈન પર ફોન કરીને પોતાના સબંધીઓની સલામતી અંગે પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે કેટલાક કોલ પાકિસ્તાનથી આવ્યા હતા.ફોન કરનારા પાકિસ્તાનીઓએ હેલ્પલાઈન પર ભારતને ગાળો આપી હતી.આ હેલ્પલાઈન પર જે કોલ આવ્યા હતા તેમાંથી 2700 કોલ કાશ્મીરમાં તૈનાત સુરક્ષાદળોના પરિવારજનો તરફથી અને 2448 કોલ કાશ્મીર બહાર રહેતા લોકો તરફથી હતા.જે પોતાના સ્વજનોની સુરક્ષા અંગે માહિતી મેળવવા માંગતા હતા.14411 નંબરની હેલ્પલાઈન પર સાઉદી અરેબિયા, ઈઝરાએયલ, મલેશિયા, યુકે, સિંગાપુર અને બાંગ્લાદેશમાંથી પણ ફોન આવ્યા છે.

Download Our B K News Today App



Related News