કાશ્મીરમાં સેનાના ધાડેધાડા ઉતરવાને લઇ સેનાનું મોટું નિવેદન, નીકળ્યું ચોંકાવનારું પાકિસ્તાની કનેકશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 13:04:38
  • Views : 977
  • Modified Date : 2019-08-03 13:04:38

પાકિસ્તાનની તરફથી સીઝફાયર તોડવાની ઘટનાઓની વચ્ચે સેનાએ કહ્યું છે કે LoC પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. સેનાની તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના સતત કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. કેટલીય વખત સર્ચ ઓપરેશન દરમ્યાન દારૂગોળાની પણ ખબર પડી પરંતુ તેમના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દીધા છે. સેનાના અધિકારીએ કહ્યું કે કાશ્મીરમાં ઘાટીમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રીઓ પર સ્નિપર રાઇફલ એટેકની કોશિષ કરાઇ પરંતુ સુરક્ષાબળોએ એવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરી દીધા.

લેફ્ટિનેંટ જનલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે મારી તમામ માતાઓ અને બહેનોને ભલામણ છે. ધ્યાન આપો કે જો તમારા બાળકો 500 રૂપિયા લઇ પથ્થર ફેંકે છે તો તેઓ આવતીકાલના આતંકી છે. પકડાયેલા કે ઠાર કરાયેલા આતંકીઓમાંથી 83 ટકા આવા જ છે. તેમણે કહ્યું કે અમરનાથના રસ્તામાં દૂરબીનની સાથે સ્નિપર રાઇફલ પણ મળી છે.

Download Our B K News Today App



Related News