કાશ્મીર મુદ્દે UNSCમાં મળેલી હારથી ડરી ગયેલા પાકિસ્તાને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 13:01:38
  • Views : 530
  • Modified Date : 2019-08-17 13:01:38

ભારતે પાકિસ્તાનને આતંકવાદ સંપૂર્ણ રીતે નાબૂદ કરવા જણાવ્યું. જો કે યુએનએસસીમાં વૈશ્વિક સમર્થન ન મળતાં હતપ્રત થયેલા પાકિસ્તાને આજરોજ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. એક મળતાં અહેવાલ મુજબ આ બેઠકમાં કાશ્મીર મામલે પોતાની આગળની રણનીતિ પર ચર્ચા થાય તેવી સંભાવના છે.આ બેઠકમાં પાકિસ્તાને વિવિધ સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. યુએનએસસીની બંધ દરવાજે યોજાયેલ બીઠક બાદ મીડિયા સમક્ષ વાત કરતાં પાકના મંત્રી શાહ મહમૂદ કુરેશી જણાવ્યું કે અમે બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં  પાકિસ્તાનના અલગ-અલગ સંસ્થાના અધિકારીઓ ભાગ લેશેઅમે ભવિષ્યમાં કઇ કાર્યવાહી કરીશું અને કાશ્મીરના લોકોને મદદ અને સમર્થન માટે શું પગલું ઉઠાવી શકીએ તેના પર ચર્ચા કરવામાં આવશે. જો કે આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે યુએનએસસીમાં કાશ્મીર મુદ્દાને લઇને બંધ બારણે ચર્ચા યોજાઇ હતી.આ બેઠક ચીન અને પાકિસ્તાનના કહેવા પર બોલાવામાં આવી હતી. જો કે પાકિસ્તાન અને ચીનના પ્રયત્ન નિષ્ફળ રહ્યાં હતા. આ બેઠકમાં ચીનના પ્રયત્નને સમર્થન નહીં આપતા યુએનએસસીના વધારે સભ્યોએ કાશ્મીર મામલાને ઉઠાવવા ઇન્કાર કરી દીધો.આમ સભ્યોએ ઇન્કાર કરતાં ચીન અને પાકિસ્તાન અલગ-થલગ પડી ગયા હતા. આમ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠકમાં ફરી પાકિસ્તાનને કોઇ દેશનું સમર્થન મળ્યું નથી. અમેરિકા સહિત રશિયા, બ્રિટનને ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છેજો કે કાશ્મીરનો રાગ ફરી આલાપતાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાત કરી આ મામલાનો ગરમાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાકિસ્તાનની નાપાક હરકત ફરીવાર નિષ્ફળ નીવડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે પાકિસ્તાન ભારત સાથે પોતાના તણાવને દૂર કરવા દ્વિપક્ષીય વાતચીત કરે.

Download Our B K News Today App



Related News