કાશ્મીર મુદ્દે બાંગ્લાદેશે કહ્યું- આ ભારતનો આંતરિક વિષય, ફ્રાન્સે કહ્યું- પાકિસ્તાન શાંતિના પ્રયાસ કરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 17:40:28
  • Views : 505
  • Modified Date : 2019-08-21 17:40:28

 જમ્મૂ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા પર ભારતને પાડોસી દેશ બાંગ્લાદેશનું સમર્થન મળ્યું છે. બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયે બુધવારે કાશ્મીરને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. વિદેશમંત્રી શાહિદુલ હકે કહ્યું કે બાંગ્લાદેશ હંમેશા ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે ક્ષેત્રનો વિકાસ એ દરેક દેશની પ્રાથમિકતા હોવી જોઇએ.ફ્રાન્સે પણ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. ફ્રાન્સના યુરોપ અને વિદેશ મામલાઓના પ્રવક્તા જ્યાં-વેસ લે ડ્રાયને કહ્યું કે કાશ્મીર પર અમારી નીતિ સ્પષ્ટ છે. આ મામલો ભારત-પાકને દ્વીપક્ષીય રાજકીય વાતચીત દ્વારા ઉકેલવાનો છે. આ પહેલા ડ્રાયને પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી સાથે મંગળવારે ફોન પર વાત કરી હતી. ડ્રાયને પાકિસ્તાનને શાંતિ સ્થાપવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે એવી કોઇ સ્થિતિ પેદા ન થવી જોઇએ જેનાથી બન્ને દેશ વચ્ચે તણાવ વધે.જી7 સમિટમાં મોદી સાથે કાશ્મીર મુદ્દે ફ્રાન્સના રાષ્ટ્રપતિ વાત કરશેફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો કાશ્મીર મુદ્દે ભારતના પ્રધામનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરશે. ફ્રાન્સના એક રાજનીતિજ્ઞએ નામ ન આપવાની શરત પર કહ્યું કે મેક્રો જી7 સમિટમાં આ વિષય પર મોદી સાથે ચર્ચા કરશે. રાજનીતિજ્ઞએ કહ્યું કે અમે ભારત સાથે કૂટનીતિક સંબંધમાં છીએ. આનો અર્થ એ કે અમને એકબીજા પર ભરોસો હોવો જોઇએ.

Download Our B K News Today App



Related News