હિમાચલ, કાશ્મીરના અનેક ભાગમાં ભારે હિમવર્ષા જારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 13:58:21
  • Views : 418
  • Modified Date : 2019-12-13 13:58:21


સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. કેદારનાથમાં પણ ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ઠંડીમાં હાલ કોઇ ફેરફાર થાય તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો મોડેથી દોડી રહી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. જેના કારણે યાત્રીઓ અટવાઇ પડ્યા છે. પહાડી વિસ્તારોમાં હિમ વર્ષાના કારણે હાલત કફોડી બની ગઇ છે. ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયુ છે. દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં તો પારો એક ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં પણ હાલત કફોડી બનેલી છે. મધ્યપ્રદેશના રાયસેનમાં એકનુ મોત થયુ છે. મૃતકની ઓળખ સુલ્તાનપુરના ખેડુત કમલ કિશોર તરીકે થઇ છે. જુદા જુદા ભાગોંમાં ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકુળ અસર થઇ છે. લોકો ઠંડીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ધુમ્મસની ચાદરના કારણે કેટલીક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વિમાની સેવાને પણ માઠી અસર થઇ છે. નવ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિલંબ થયો છે.  ટ્રેનો લેટ થવા અને ફ્લાઇટોમાં વિલંબ થવાના કારણે લાખોના સંખ્યામાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા છે. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે. છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની Âસ્થતી જાવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ  ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે . 


Download Our B K News Today App



Related News