ડીસા ખાતે આમ આદમી પાર્ટી જિલ્લાનું કાર્યાલય ખુલ્લું મૂકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 14:21:31
  • Views : 525
  • Modified Date : 2019-12-30 14:21:31

ડીસા શહેરના સરકારી દવાખાના પાસે નગરપાલિકાના શોપિંગમાં આમ આદમી પાર્ટીનું નવીન કાર્યાલય આમ આદમી પાર્ટી જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન ઠક્કરના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રભારી રમેશભાઈ નાભાણી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો ઉપર આફતો આવી હતી અને બનાસકાંઠામાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મહિલાઓની સલામતી નથી અને લઇને આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક જિલ્લામાં સક્રિય બનીને લોકોના કામ કરી બતાવશે. અને મતદારોમાં જાગૃત્તિ લાવશે તેવું જણાવ્યું હતું. જેમ દિલ્હીમાં આમ આદમી પાર્ટી આપેલા વચનો પાળ્યા હતા તેમ ગુજરાતમાં પણ સક્રિય બનીને કામ કરશે.

 

Download Our B K News Today App



Related News