ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની શરૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 18:07:41
  • Views : 441
  • Modified Date : 2020-02-29 18:07:41


દિલ્લીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી બહુમતીથી સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આગામી ૨૦૨૦ અને ૨૦૨૨ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટણી લડવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ૨૦૨૦ માં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેવી કે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની યોજાનારી છે. જેમાં દરેક તાલુકા અને જિલ્લામાં આમ આદમી પાર્ટીના સદસ્યોએ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ આગામી ૨૦૨૨ માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબુતાઈ અને સક્ષમતાથી ચૂંટણી લડવાની અને જીત મેળવવા માટેની રણનીતિ અત્યારથી શરૂ કરી દીધી છે. જે માટે  ડીસા આર.ટી.ઓ. ચાર રસ્તા પાસે આવેલ જૈન વિહારધામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ભેમાભાઈ ચૌધરી દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.



Download Our B K News Today App



Related News