મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકાર દ્વારા એકપણ કાર્યક્રમ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 14:00:42
  • Views : 399
  • Modified Date : 2020-03-19 14:00:42

મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકાર દ્વારા એકપણ કાર્યક્રમ નહીં  

 ગાંધીનગરના સુપ્રસિદ્ધ મહાત્મા મંદિરમાં યોજાતા વિવિધ કાર્યક્રમોની બાકી વસુલાતનો પડઘો ગુજરાત વિધાનસભામાં પણ પડ્‌યો છે.  પ્રશ્નોત્તરીમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પુછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી (ઉદ્યોગ) એ જણાવ્યું છે કે, મહાત્મા મંદિર ગાંધીનગરમાં છેલ્લાં બે વર્ષમાં કુલ ૧૧૩ કાર્યક્રમો યોજાયા છે. વર્ષ ૨૦૧૮માં રાજય સરકારના ૨૨ અને ૨૯ ખાનગી તેમજ વર્ષ ૨૦૧૯માં રાજય સરકારના ૨૮ અને ખાનગી ૩૪ કાર્યક્રમો યોજાયા છે.મહાત્મા મંદિરમાં યોજાયેલાં આ કાર્યક્રમો અંતર્ગત બે વર્ષમાં કુલ રૂપિયા ૨૪, ૧૪, ૧૫, ૩૩૦ વસૂલવાના થાય છે. જેમાં વર્ષ ૨૦૧૮માં રાજય સરકાર પાસે રૂપિયા ૧, ૧૭, ૧૯, ૧૭૩ અને ખાનગી સંસ્થાઓ પાસે રૂપિયા ૫,૦૦, ૦૦, ૧૯૮ વસૂલવાના થાય છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં રાજય સરકારના ૧૨, ૪૫, ૯૭, ૩૬૦ રૂપિયા અને ખાનગી સંસ્થાઓના રૂપિયા ૫, ૫૦, ૯૮, ૫૯૯ વસૂલવાના થાય છે. તેમાંથી રાજ્ય સરકાર પાસેથી કુલ રૂપિયા ૪૪, ૪૯, ૯૨૮ અને ખાનગી સંસ્થાઓ પાસેથી રૂપિયા ૬, ૮૧, ૫૨૫ સાથે કુલ રૂપિયા ૫૧, ૩૧, ૪૫૩ વસૂલવાના બાકી છે. જેમાં વર્ષ ૨૦૧૮માં રાજય સરકાર પાસેથી રૂપિયા ૨૧,૮૮, ૧૭૦ અને ખાનગી સંસ્થામાં રૂપિયા ૫, ૧૭, ૭૨૬ વસૂલવાના બાકી છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં રાજય સરકારના રૂપિયા ૨૨, ૬૧, ૭૫૮ અને ખાનગી સંસ્થાઓના રૂપિયા ૧, ૬૩, ૭૯૯ વસૂલવાના થાય છે.



Download Our B K News Today App



Related News