કાર્યકરો BJP માટે મહેનત કરે, મેવા ખાય કોંગ્રેસના પેરાશૂટિયા’, આ બે નેતાને લઇને ભાજપમાં વંટોળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 19:21:41
  • Views : 644
  • Modified Date : 2019-07-17 19:21:41

કોંગ્રેસ સાથે ગદ્દારી કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને તેનો સાથી ધવલસિંહ ઝાલા હવે ભાજપમાં જોડાવાના છે. જોકે અલ્પેશ જેવા પક્ષપલટુને મહત્ત્વ આપવા સામે ભાજપના સંનિષ્ઠ અને વફાદાર કાર્યકરોમાં પ્રચંડ વિરોધ વંટોળ ઊભો થયો છે. ગુજરાતની સમરસતાને ખતમ કરવાનો કારસો ઘડનારાને ભાજપ શું કામ લેવા માગે છે તેવો પ્રશ્ન કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.અલ્પેશની એન્ટ્રી પહેલાં ભાજપમાં જ એવો સૂર ઊઠયો છે કે, ભાજપમાં વર્ષોથી રહીને ધારાસભ્ય પદે ચૂંટાતા આગેવાનોને મહત્ત્વનું સ્થાન અપાતું નથી. કોંગ્રેસના પેરાશૂટિયાના કારણે મૂળ ભાજપના નેતાઓને મંજીરા વગાડવાનો વારો આવ્યો છે. પેરાશૂટોને વધુ પડતું મહત્ત્વ આપીને મંત્રી બનાવવાનો ભાજપમાં શિરસ્તો થઈ ગયો છે.કુંવરજી બાવળિયા અને હવે જવાહર ચાવડા તેના ઉત્તમ ઉદાહરણ છે. જે લોકો પક્ષ માટે એડીચોટીનું જોર લગાવીને કામ કરી રહ્યા છે તેમને અન્યાય થઈ રહ્યો છે, ભાજપના કાર્યકરોને પણ આ વાત સહેજેય ગમતી નથી. શું કોંગ્રેસના લોકોને મંત્રી બનાવી સરકાર ચલાવવા માટે ભાજપના કાર્યકરો મહેનત કરી રહ્યા છે? અલ્પેશ ઠાકોરે ગુજરાતની અસ્મિતા અને સમરસતાને ઠેસ પહોંચાડી છે.અલ્પેશે પરપ્રાંતીઓ વિરુદ્ધ ઝેર ઓકતા ભાષણો કર્યા એ પછી ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. ખુદ ભાજપના નેતાઓએ અલ્પેશના હાથ લોહીથી ખરડાયેલા છે તેવા આક્ષેપો કર્યા હતા. હવે એ જ ભાજપના નેતાઓ અલ્પેશને કેમ ભાજપમાં લેવા માગે છે ? તેમ ભાજપના કાર્યકરો કહી રહ્યા છે.કાર્યકરો કહે છે કે, જો અલ્પેશ ભાજપમાં જોડાશે તો લાખો પરપ્રાંતીઓ ભાજપથી વિમુખ થશે. પરપ્રાંતીઓ મુદ્દે તેણે ખલનાયકની ભૂમિકા અદા કરી છે તે જગજાહેર વાત છે. આ ખલનાયક ભાજપમાં જોડાય તો ભાજપ માટે જવાબદારી સાબિત થશે.

Download Our B K News Today App



Related News