ધનકવાડા ગામે હિંગળાજ માતાનો મેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 17:02:55
  • Views : 902
  • Modified Date : 2019-11-13 17:02:55

દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહામેળો ભરાય છે. જ્યાં લોકો દૂરદૂરથી પોતાની બાધા-આખડી પૂર્ણ કરવા માટે આવે છે જેમાં આજે ભરાતા આ મેળામાં મોટી સંખ્યામાં હિંગળાજ માતાના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી બાદ દેવદિવાળીનું આગમન થાય છે. આજે કારતક સુદ પૂનમના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે. જેમાં ભારતીય સંસ્કૃતિમાં મેળાનું એક આગવું સ્થાન રહેલું છે. વર્ષોથી અનેક જગ્યાઓ પર પ્રાચીન મેળાઓ ભરાતા આવ્યા છે આ મેળાઓ પાછળ અનેક કથાઓ પણ  લખાયેલી છે ત્યારે દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે. જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આ મેળામાં આવે છે. ધનકવાડા ગામે આવેલાં હિંગળાજ માતાના મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો આજથી વર્ષો પહેલા ધનકવાડા પાસે આવેલ રેલવે સ્ટેશન પાસે આવેલ ગૌચરની જમીનમાં માતાજીની મૂર્તિ છે.જેનું સ્વપ્ન એક પટેલ પરિવારના ભાઈને આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં ખોદકામ કરવાથી જમીનમાં મૂર્તિ મળી આવતા તે દિવસથી તે જગ્યા પર મૂર્તિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિર 500 વર્ષ જુનું મંદિર છે. આ મંદિરનો મહિમા અનેરો છે હિંગળાજ માતાની મૂર્તિની સ્થાપના આજથી પાંચસો વર્ષ પહેલા નારણભાઈ દ્વારા કરવામાં આવી હતી અહીંયા ગોળ સાકર અને નારિયેળ ખાસ પ્રસાદરૂપે ચઢાવવામાં આવે છે.ધનકવાડા ગામે  હિંગળાજ માતાના ઇતિહાસ વિશે વધુમાં મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ મૂર્તિની સ્થાપના વિક્રમ સવંત 1630 સાલમાં  સ્થાપના કરવામાં આવેલ છે. જ્યાં આજે પણ હિંગળાજ માતાની મૂર્તિ નીચે એક લેખ લખેલ છે. જેમાં લખેલ છે કે હાથીજી દરબાર હતા તે અને ગામના લોકોના સાથ સહકારથી આ મૂર્તિની સ્થાપના તે સમયે કરવામાં આવી હતી. પહેલા આ જગ્યા પર નાનું મંદિર હતું પરંતુ સમય જતા આ મંદિરની જાણ આજુબાજુના લોકોને થતા લોકોએ આજે આ મંદિર મોટું બનાવી દર વર્ષે અહીં મોટો મેળો ભરાય છે.જે મેળામાં હજારો કિલોમીટર દૂરથી માં હિંગળાજના દર્શન કરવા માટે આજના દિવસે લોકો આવે છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ધનકવાડા આગથળા તેમજ લાખણાસર ગામે ભરાયેલા ભાતીગળ મેળામાં આજે દૂરદૂરથી લોકોએ મંદિરે આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે ધનકવાડા ખાતે આવેલ વર્ષોજુના હિંગળાજ માતાના મંદિરે દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે ભરાતા આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરે વર્ષોથી કોઇ અનિચ્છનીય ઘટના બનતી નથી અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવે છે છતાં પણ કોઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો નથી. ત્યારે આજે યોજાયેલા આ મહામેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.


Download Our B K News Today App



Related News