ફરી તાલુકા પંચાયત કરોડો રૂપિયાની ખાયકીનો અડ્ડો બને તેવી વકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 16:56:57
  • Views : 498
  • Modified Date : 2020-02-11 16:56:57

ફરી તાલુકા પંચાયત કરોડો રૂપિયાની ખાયકીનો અડ્ડો બને તેવી વકી

દિયોદર તાલુકામાં અગાઉ પણ ૨૩ હજારથી વધુ શૌચાલયો બન્યા, જે માત્ર કાગળ પર એક સાઈડ હોવાની બુમો ઉઠી હતી. ત્યારબાદ 

રાજકીય ઓથ તળે ભીનું સંકેલાયું હતું અને સરકાર દ્વારા પણ દિયોદર તાલુકો ઓડીએફ જાહેર કરાયો હતો. ત્યારબાદ હાલ ફરી દિયોદર તાલુકામાં ૬ હજાર શૌચાલયો બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે. ત્યારે ફરીવાર શૌચાલયોના કૌભાંડી માફિયાઓ સખીમંડળના નામે ચાઉ કરી જવાની પેરવી તાલુકા પંચાયતના એસ.બી.એમ. સાખાના અધિકારીઓ સાથે સાથ ગાંઠ કરવા તૈયાર હોવાની લોકમુખે થઈ ચર્ચાઓ રહી છે. ત્યારે અગાઉ ૨૩ હજાર શૌચાલયો ક્યાં બન્યા અને તેની હાલ શું સ્થિતિ છે તે પણ જાણવાનો પ્રયાસ થવો જોઈએ અને દરેક ગામોમાં એક વર્ષ અગાઉ બનેલા શૌચાલયોની સાચી તપાસ થાય તો હકીકત બહાર તેમ આવે છે. 

માત્ર ટકાવારીમાં બીલો ખાધેલાં હોઈ સ્થળ ઉપર લગભગ દરેક ગામોમાં શૌચાલયોની થયેલાની સંખ્યા અને હયાતીની સંખ્યા વિસંગતા જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દિયોદર તાલુકામાં અગાઉ બનેલા શૌચાલયોની તપાસ કરાવે તે જરૂરી છે. બાકી જે ૬ હજાર શૌચાલયો મંજૂર થયા એ માત્ર કાગળ ઉપર ખર્ચ ઉધરશે તેવું પૂર્વ થયેલા કર્મો મુજબ અનુમાન લાગી રહ્યુ છે. 


Download Our B K News Today App



Related News