દાંતીવાડા તાલુકામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની પ્રથમ મીટિંગ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 07:00:45
  • Views : 618
  • Modified Date : 2019-04-07 07:00:45

દાંતીવાડા તાલુકામાં આવેલ વિજયાસર માતાજીના મંદિરના પ્રાગણમાં ગતરોજ  શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર મીટિંગ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ માલસિંહ લવુસિંહ ચૌહાણ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જિલ્લા પ્રભારી રામસિંહ રતનસિંહ વાઘેલાના વરદહસ્તે યોજવામાં આવી. તેમજ દાંતીવાડા તાલુકામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની ટીમમાં પ્રભારી વાઘેલા અમરસિંહ દલપતસિંહ, પ્રમુખ વાઘેલા કમલેશસિંહ ગોદડસિંહ, ઉપપ્રમુખ વાઘેલા ગુલાબસિંહ દીપસિંહ, ઉપપ્રમુખ વાઘેલા ઇન્દ્રસિંહ રણછોડસિંહ, મહામંત્રી વાઘેલા દશરથસિંહ દીપસિંહ, સંગઠન મંત્રી વાઘેલા શંકરસિંહ અગરસિંહ, સહસંગઠન મંત્રી વાઘેલા જબ્બરસિંહ પ્રભાતસિંહ,  સહસંગઠન મંત્રી વાઘેલા વનરાજસિંહ દલપતસિંહ,  સહ સંગઠન મંત્રી વાઘેલા જયસિંહ મણિસિંહ, મંત્રી વાઘેલા જામતસિંહ મફતસિંહ, સહ મંત્રી વાઘેલા જયપાલસિંહ ભોપાલસિંહ, સહ મંત્રી  વાઘેલા રમેશસિંહ વલસિંહ, સહમંત્રી વાઘેલા માલસિંહ દલપતસિંહ, મીડિયા સેલ વાઘેલા કેલસિંહ ગુમાનસિંહ, લીગલ સેલ વાઘેલા બાબરસિંહ શંભુસિંહ, સલાહકાર સમિતિ વાઘેલા માલસિંહ અંદરસિંહ, સલાહકાર સમિતિ વાઘેલા દાડમસિંહ જોરસિંહ, સંઘર્ષ સમિતિ વાઘેલા મનહરસિંહ લક્ષ્મણસિંહનો સમાવેશ કરેલ. તેમજ દાંતીવાડા તાલુકામાં યોજાયેલ આ મીટિંગમાં સમાજલક્ષી અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલ.



Download Our B K News Today App



Related News