હિજાબ વિવાદ મુદ્દે આજે કર્ણાટક બંધ:મુસ્લિમ સંગઠનોએ હાઈકોર્ટના ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી, અહિંસક વિરોધ માટે કરી અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 12:50:36
  • Views : 211
  • Modified Date : 2022-03-17 12:50:36

હિજાબ વિવાદ મુદ્દે આજે કર્ણાટક બંધ:મુસ્લિમ સંગઠનોએ હાઈકોર્ટના ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી, અહિંસક વિરોધ માટે કરી અપીલ



હિજાબ વિવાદમાં કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે એટલે કે 17 માર્ચે કર્ણાટક બંધનું એલાન કર્યું છે. અમીર-એ-શરીયત કર્ણાટકના મૌલાના સગીર અહમદ ખાન રશ્દીએ કોર્ટના ચુકાદા પર દુ:ખ વ્યક્ત કર્યું અને તેના વિરોધમાં તમામ મુસ્લિમ સંગઠનો પાસેથી કર્ણાટક બંધની અપીલ કરી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વિદ્યાર્થીનીઓેએ સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવું તે ઈસ્લામના હિસાબથી જરુરી નથી.

સગીરે કર્ણાટક બંધ કરવાની જાહેરાત એવા સમયે કરી જ્યારે હિજાબ વિવાદના કારણે સમગ્ર રાજ્યમાં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ છે.

સગીર અહમદ બુધવારે એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદ સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કોર્ટના નિર્ણયની વિરુદ્ધ સમગ્ર કર્ણાટકમાં એક દિવસ માટે શાંતિપૂર્ણ બંધનું એલાન કરું છું. અમે શોષિત વર્ગ, ગરીબ અને કમજોર વર્ગ સહિત સમાજના દરેક વર્ગોને આ બંધમાં સામેલ થવાની અપીલ કરીએ છીએ.

તેમણે મુસ્લિમ સમુદાયના દરેક વર્ગના બંધમાં સામેલ થવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું અમે વિશેષ રુપે યુવાઓને અપીલ કરીએ છીએ. તેઓ કોઈ પણ વ્યવસાયને બંધ કરવા અથવા શાંતિ ભંગ કરવાના ઈરાદે બળ પ્રયોગ ન કરે.

બંધને દલિત સંગઠનોનું પણ સમર્થન
સગીર અહમદના કર્ણાટક બંધને દલિત સંગઠનોનું સમર્થન મળી રહ્યું છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા અને દલિત સંઘર્ષ સમિતિના પ્રદેશ અધ્યક્ષ ડો મોહન રાજે કહ્યું કે મુસ્લિમ સંગઠનોના બંધનુ અમે સમર્થન કરીએ છીએ. UPમાં દલિત-મુસ્લિમ અલગ-અલગ હોવાથી ફરી ત્યા યોગી સરકાર બની પણ અમે કર્ણાટકમાં એવું નહીં થવા દઈએ. આ લડાઈમાં દલિત, મુસલમાનોને સંપૂર્ણ રીતે સમર્થન કરશે.

 

Download Our B K News Today App



Related News