ભારત બંધના એલાન વચ્ચે ફરજ બજાવનાર કર્મચારીઓનું લોકોએ કર્યુ અભિવાદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 13:37:35
  • Views : 437
  • Modified Date : 2020-03-23 13:37:35

આજે દેશના વડાપ્રધાન દ્વારા કોરોના વાયરસ સામે લડત લડી શકીએ તે માટે એક દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ ભારતભરના તમામ લોકોએ સમર્થન આપ્યું હતું. જેમાં આજના દિવસે ફરજ પર રહેલા કર્મચારીઓનું લોકોએ વિવિધ પ્રકારે સ્વાગત કર્યુ હતું.  સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ભરડામાં છે ત્યારે વિશ્વની આ મહામારી સામે લડવા માટે આજે તમામ દેશો  પોતાની રીતે સ્વબચાવ માટે અલગ-અલગ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. ત્યારે આજે ભારત દેશ પણ કોરોના સામેની લડતમાં જોડાયો હતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશ કોરોના વાયરસ સામે લડત આપે તે માટે આજે એક દિવસ માટે જનતા કરફ્યુ આપવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી દેશ સુરક્ષિત રહે તે માટે આ અભિયાનમાં જોડાયા હતા. ત્યારે આજના દિવસે સવારથી જ લોકો કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે મેડિકલ ઓફિસર, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તેમજ જિલ્લાનું તંત્ર ખડે પગે સેવા આપી હતી. ત્યારે ભારતના વડા પ્રધાન દ્વારા  આપેલી આ સેવાકીય પ્રવૃત્તિ બદલ તમામ લોકોનું થાળી, શંખ, ઘંટડી વગાડી અભિવાદન કરવા માટે આહવાન કરવાનું જણાવ્યું હતું ત્યારે પાંચ વાગ્યાનો સમય થતા ભારતભરના લોકો દ્વારા આવા તમામ કર્મચારીઓનું સ્વાગત લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોનાને નાથવા માટે  ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં  જનતા કરફ્યુને ભરપૂર સમર્થન સાંપડ્‌યું હતું લોકોએ સવારથી જ સ્વયંમ શિસ્ત દાખવી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા તેમજ પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અનુસાર સાંજે પાંચ વાગ્યે કોરોના કર્મવીરોને  પણ અભિવાદન પાઠવ્યું હતું. કોરોના જેવા જીવલેણ રોગ સામે સતત ખડે પગે રહી દર્દીઓની સેવા કરતા તબીબો, સ્ટાફ, સફાઈ કર્મચારી પોલીસ અને પત્રકારો કામગીરીને બિરદાવવા માટે લોકોએ ૫ઃ૦૦ જ પોત  પોતાના ઘરોમાં થાળી, ઘંટડી, મંજીરા સહિતના વાજિંત્રો વગાડી તમામ લોકોનું અભિવાદન કર્યુ હતું. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્‌યા અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પણ પોતાના ઘરે બાલ્કનીમાં ઉભા રહી પરિવાર સાથે થાળી વગાડી હતી અને આ જીવલેણ રોગથી બચાવવા માટે સતત પ્રયાસ કરતા તમામ લોકો અને અભિવાદન પઠવ્યું હતું. 

 

Download Our B K News Today App



Related News