મત માંગવા જ આવો છો, મુસીબત વખતે દેખાતા નથી' કહીને લોકોએ કરજણ બેઠકના ભાજપ-કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ઘઘલાવીને ભગાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 12:37:00
  • Views : 456
  • Modified Date : 2020-10-22 12:37:00

            ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણીને લઇને હાલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. જોકે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવી જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવુ પડ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સામે સ્થાનિક લોકોના રોષનો વીડિયો વાઇરલ થયો છે.કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા નવી જીથરડી ગામમાં પેટાચૂંટણીના પ્રચાર માટે ગયા હતા. જ્યાં કોંગ્રેસ ઉમેદવારનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને કિરીટસિંહ જાડેજાનો મતદારોએ ઉધડો લીધો હતો અને ચૂંટણી ટાણે જ દેખાયા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. લોકોનો આક્રોશ જોતા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ગામમાંથી ઉભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો.કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માત્ર એડિટ કરેલો વીડિયો છે. આવા હથકંડા અપનાવવા એ ભાજપની જૂની આદત છે. કરજણની જનતા જાણે છે કે, આ બધા એડિટ કરેલુ મૂકે છે અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનાથી અમને કોઇ ફેર પડતો નથી. ભાજપ હલકી કક્ષાની રાજનીતિ રમી રહી છે.વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં હાલ ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો હાલ પ્રચારમાં જોતરાઇ ગયા છે, ત્યારે અનેક સ્થળે ઉમેદવારોને મતદારોના રોષનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. 3 દિવસ પહેલા જ કરજણ નજીક નવી જીથરડી ગામમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કાર્યકરોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. કાર્યકરો અને આગેવાનોએ ઉધડો લેતા જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ તમે દેખાયા જ નથી. આજે જોવા મળ્યા છો.

Download Our B K News Today App



Related News