ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 16:59:47
  • Views : 408
  • Modified Date : 2020-01-08 16:59:47

ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા  કાર્યક્રમો  નું આયોજન કરવામાં આવ્યું

 પાટણ જિલ્લાના ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી નિરમા કંપનીના ચેરમેન ડો. કરશનભાઇ કે પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ડો. કરશનભાઇ કે.પટેલ ની અધ્યક્ષતામાં યોજાયો હતો.મહારક્તદાન કેમ્પમાં ૭૯૨ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું. જેમાંથી ૫૫૫ રકતદાતાઓએ રકતદાન કરીને કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવ્યો હતો.સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો . જેમાં વિવિધ રોગોના તબીબોએ સેવા આપી હતી.  આજુબાજુના ગામોના ૩૦૦થી વધારે દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે સંઘર્ષથી સફળતા પ્રાપ્ત કરેલ સેવા માણસ ક્યાંય તેને સમજી શકતા હોય છે. સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા સૌને સાથે મળીને પ્રયાસ કરવા આહવાન કરવા શીખ આપી હતી.ડો.કરશનભાઇ .પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વચ્છતા અભિયાન પર પ્રકાશ પાડવા તેમની જૂની યાદોને યાદ કરી હતી. આ પ્રસંગે મજૂર મહાજનના મહામંત્રી મહેન્દ્રભાઇ દેસાઇ ,ભાજપના મુકેશભાઇ પટેલ, રોટરી કલબ અમદાવાદના ડો. વિશ્વાસ અમીન ,રક્તદાતાઓ, કોલેજના મંત્રીઑ, ટ્રસ્ટીઑ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોલેજના આચાર્ય રોહિતભાઇ દેસાઇના માર્ગદર્શન નીચે આર્ટસ કોમર્સ કોલેજના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .

Download Our B K News Today App



Related News