કરંટ લાગ્યો તો માણસને રેતીમાં દાટી પરિવારે કર્યો દેશી જુગાડ, 5 કલાક બાદ થયું આવું..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 12:20:16
  • Views : 780
  • Modified Date : 2019-09-14 12:20:16

દેશી જુગાડ એક એવી વસ્તુ છે કે જેમાં દુનિયાને માનવું જ પડે. એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જોઈને બધાનો મજગ ઠપ થઈ ગયો. વાત છે યુપીના પીલીભીત જિલ્લાની. અહીંયા એક શખ્સને કરંટ લાગ્યો તો એના ઘરના લોકોએ એક દેશી ઈલાજ કર્યો કે જે હાલમાં ખુબ ચર્ચામાં છે. પિંડરા ગામમા એક સરદાર જોગા સિંહનુ ખેતર છે અને તે ત્યાં જ રહે છે.આ શખ્સનાં ઘર પરથી જ હઈ ટેન્શન લાઈન પસાર થાય છે. તે તેનાં ફળિયામાં ઉભા હતા ત્યારે જ આ લાઈન તૂટી અને તેને કરંટ લાગ્યો તેના કારણે તે દાઝી ગયા. ત્યારબાદ જે થયું એ જોવા જેવું હતું. એના ઘરનાં લોકોને ખબર હતી કે જો કરંટ લાગે તો રેતીમાં માણસને દાટવામાં આવે તો એકદમ સારો થઈ જાય છે. તો એ બધા લોકોએ મળીને તેને રેતીમાં દાટી દીધો. એટલી વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે તેનું માંથુ અને હાથ પગના પંજા બહાર રહેવા જોઈએ.જોગા સિંહને રેતીમાં દાટી દીધાના 5 કલાક સુધી હાથ પગના પંજાને સહેલાવતા રહ્યા પરંતુ જોગાનું મૃત્યું થયું. તો જોગા સિંહના પરિવારનું કહેવું છે કે જોગા સિંહનું મોત વિજળી વિભાગની લાપરવાહીની મદદથી થયું છે. કારણ કે તેનું ઘર 40 વર્ષ જુનુ છે, છતાં સરકારે એના ઘરની ઉપર હાઈ ટેન્શનની લાઈન રાખી.તો આ તરફ ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે જોગાને કરંટ લાગ્યો ત્યારે જ જો હોસ્પિટલ લાવવામાં આવ્યો હોત તો એનો જીવ બચવાની શક્યતા હતી. પરંતુ આવી હાલતમાં એને હોસ્પિટલ લાવવાની જગ્યાએ રેતીમાં દાટી દેવામાં આવ્યો એ એના માટે મોતનું કારણ બન્યું.


Download Our B K News Today App



Related News