કાંટ ગામે વાહન ધીમે ચલાવવાનુ કહેતા ધારિયું માર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 13:01:33
  • Views : 929
  • Modified Date : 2020-07-31 13:01:33

   ડીસાના કાંટ ગામે ચેતનભાઇ સહદેભાઇ વાઘેલા છકડો ઝડપથી ચલાવતો હતો જે બાબતે અરવિંદભાઈ મગનભાઈ વાઘેલાએ તેને ઠપકો આપતા ચેતનભાઇ સહદેવભાઈ વાઘેલા, સહદેવ રાયચંદ વાઘેલા, જીગ્નેશભાઈ સહદેવભાઈ વાઘેલા અને હરિભાઈ સહદેવભાઈ વાઘેલાએ ધારિયા વડે હુમલો કરી માર મારતા અરવિંદભાઈ મગનભાઈ વાઘેલાએ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News