કાન વીંધાવવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, મગજનો ઝડપથી વિકાસ થાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 14:47:50
  • Views : 472
  • Modified Date : 2020-02-22 14:47:50

 કાન વીંધાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે. પ્રાચીન સમયમાં ફક્ત મહિલાઓ જ નહીં, પુરુષો પણ કાનમાં કુંડળ પહેરતાં હતાં. આ પરંપરા પણ આપણા સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલી છે. એવામાં જો તમે વિચારો કે કાન વીંધાવવું એ માત્ર ફેશન માટે કે સારું દેખાવા માટે કરવામાં આવે છે તો તમારી માન્યતા ખોટી છે. કાન વીંધાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.જો આયુર્વેદનું માનીએ તો કાનના બાહ્ય ભાગમાં સેન્ટરનો ભાગ સૌથી મહત્ત્વનો પોઇન્ટ હોય છે. આ એક એવો ભાગ છે જે પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આટલું જ નહીં, કાન વીંધાવવાથી મહિલાઓનું માસિક ચક્ર પણ યોગ્ય અને હેલ્ધી બનેલું રહે છે.જો નાની ઉંમરમાં જ બાળકોના કાન વીંધાવામાં આવે તો તેમનાં મગજનો વિકાસ સારી રીતે થાય છે. ઈઅર લોબ્સ એટલે કે કાનના બાહ્ય ભાગમાં મધ્યાહ્ન પોઇન્ટ હોય છે, જે મગજની ડાબી બાજુના ભાગને જમણી બાજુના ભાગ સાથે જોડવાનું કામ કરે છે. કાનના આ ભાગમાં કાંણું પડાવાથી મગજના આ ભાગો એક્ટિવેટ થઈ જાય છે. એક્યૂપ્રેશરનો સિદ્ધાંત પણ એ જ કહે છે કે જ્યારે આ મેરિડિયન પોઇન્ટને ઉત્તેજિત કરવામાં આવે તો મગજનો ઝડપથી અને તંદુરસ્તીથી વિકાસ થાય છે.કાનના સેન્ટર પોઇન્ટ પર જ આંખનાં તેજનું કેન્દ્ર આધારિત રહે છે. એવામાં આ પોઇન્ટ પર કાંણું પડાવ્યા બાદ પડતા પ્રેશરને કારણે આઇસાઇટ એટલે કે આંખનું તેજ વધે છે.કાનમાં જ્યાં કાંણું પાડવામાં આવે છે ત્યાં સૌથી મહત્ત્વનો એક્યૂપ્રેશર પોઇન્ટ છે, જે બાળકની સાંભળવાની ક્ષમતાને જાળવવામાં મુખ્ય ભૂમિક ભજવે છે. એક્યૂપ્રેશરના નિષ્ણાતોનું કહેવું છે કે કાનમાં સણકા મારતા હોય એવી સમસ્યાથી છૂટકારો મેળવવા પણ કાનમાં પાડેલું કાણું ફાયદાકાર સાબિત થાય છે.




Download Our B K News Today App



Related News