સિદ્ધપુરમાં કમળાના રોગચાળોમાં 10 લોકો સપડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 14:24:47
  • Views : 405
  • Modified Date : 2020-02-26 14:24:47

 ઉનાળા અને ગરમીનું હજુ તો પગરણ થયું છે ત્યાંજ સિદ્ધપુરમાં કમળાનો રોગચાળો શરૂ થઈ ગયો છે. દૂષિત પાણી પીવાના કારણે તાહેરપુરા વિસ્તારના 20 થી 25 જેટલા લોકો રોગચાળામાં સપડાતાં આરોગ્ય અને પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે. ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતાં રોગચાળો થયો હોવાથી પાલિકાએ લીકેજ શોધવા માટે ખોદકામ શરૂ કર્યું હતું.જો કે, તંત્રએ કમળાના 10 કેસ નોંધાયાનું જણાવ્યું હતું. સિદ્ધપુર શહેરના તાહેરપુરા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી લોકોને ઉબકા ઉલ્ટી પેટમાં દુખાવો,અને  આંખો પીળી થવી અને સામાન્ય તાવ જેવો રોગચાળો થઇ જતાં પરેશાન થઇ ઉઠ્યા હતા. સ્થાનીક લોકો દવાખાને જતાં આરોગ્ય વિભાગને જાણ થતાં જ તપાસ અને સારવાર શરુ કરાવી છે. તંત્રના જણાવ્યા મુજબ 7 લોકોને સિવિલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે.જ્યારે બાકીના ત્રણ દર્દીઓને ઓપીડીમાં દવા અપાઈ છે અને સારવાર બાદ દર્દીઓની તબિયતમા સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય તંત્રના ઇએમઓ ડો.આર.ટી પટેલ બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. આરોગ્યની ટીમ દ્વારા તાહેરપુરા વિસ્તારમાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. પાણીનું સેમ્પલ લઇ પૃથક્કરણ માટે વાસ્મો ની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. બીજી બાજુ પાણીમાં ક્લોરીનેશન થાય છે કે કેમ તેની ચકાસણી માટે પાણીના 20 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 3 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 17 પોઝિટિવ આવ્યા છે. ત્યારે પાણીમાં નિયમિત કલોરીનેશન કરવા અને તાત્કાલિક લીકેજ  શોધવા માટે પાલિકાના ચીફ ઓફિસરને સુચના આપી છે જેને પગલે પાલિકાએ ખોદકામ શરૂ કરી લીકેજ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રેખાનાયકે જણાવ્યું  કે ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતાં રોગચાળો થયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં 10 કેસો નોંધાયા છે. બુધવારથી 21 ટીમો મારફતે સિદ્ધપુર શહેરની 30 હજારની જનસંખ્યા ધરાવતા અડધો અડધ વિસ્તારમાં સર્વેલન્સ શરૂ થશે. તાહેરપુરા વોર્ડ નંબર 8માં પીવાના પાણીની પાઇપો વારંવાર બ્રેક થતાં માત્ર સાંધા મારી છોડી દેવાયાની લોકોની રાવ છે. 6 મહિના અગાઉ પણ પીવાના પાણીમાં દુર્ગંધ મારતું પાણી આવતાં લોકોએ પાલિકામાં પાણીના સેમ્પલની બોટલ રજૂ કરી હતી.
રોગચાળાની અસર થયેલા લોકો (1). પોલાદી અબ્દુલ ખાન નબીખાન (2).પોલાદી આબેદા બીબી ઈમ્તિયાઝ ખાન (3).પોલાદી ઈરફાન ખાન ઇકબાલ ખાન (4).બહેલીમ સલમા બાનું યુસુફ ભાઈ (5). પોલાદી સીમરન બાનુ રિજવાન ખાન (6).બહેલીમ સલીમ ભાઈ હુસેન ભાઈ
(7).ફકીર હમીદુલ્લાહ ઇબ્રાહિમ ભાઈ (8).જીધરાણ અયાન ખાન અબ્બાસ ખાન (9).પોલાદી શરીફ ખાન હૈદર ખાન (10).બહેલીમ અકરમ ખાન મહમ્મદ ખાન (11).પિંઢારા સરફરાઝ કરામત અલી (12).શેખ ફરીદા બેન રસીદ ભાઈ (13).કુરેશી નસીમ બાનુ કાલુભાઈ (પાટણ ટ્રાન્સફર)













Download Our B K News Today App



Related News